શેલામાં 192 બંગલા ધરાવતી પોશ ફ્લોરિસ સ્કાય સિટીએ પોતાના સભ્યોની ચિંતા કરીને સંખ્યાબંધ પગલા નક્કી કર્યા છે. સભ્યોને દવા લેવા માટે બહાર ન જવું પડે તે માટે આ સોસાયટીએ પોતાનાં ક્લબ હાઉસને મિનિ હોસ્પિટલમાં ફેરવી દીધું છે. બીજી બાજુ સાચા સમચારનું મહત્વ સમજીને અખબારોને પણ સેનેટાઇઝ કરીને સભ્યોને આપવાનું નક્કી કર્યું છે. આ માટે એક હેલ્થ કમિટી બનાવીને સોસાયટીનાં સભ્ય એનેસ્થેસિયા સ્પેશ્યાલિસ્ટ એવા ડો. બિમલ છાયાને જવાબદારી આપી દીધી છે. સામાન્ય તકલીફો અને બાળકોની સમસ્યાને સોસાયટીમાં જ સારવાર થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી કોઇને બહાર ન જવું પડે.
ફ્લોરિસ સ્કાય સિટીનાં સેક્રેટરી જીગ્નેશ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ગેટ પર દરેક સામાન સેનિટાઇઝ થઇને જ અંદર જાય છે. 192 બંગલા હોઇ સભ્યોને સામાન્ય દર્દ હોય તો બહાર ન જવું પડે તે માટે અમે ક્લબ હાઉસને મિનિ હોસ્પિટલમાં તબદિલ કર્યું છે. સભ્યોને સાચા સમાચાર મળી રહે તે માટે અખબારોને મંજૂરી આપી છે. આ માટે અખબારોને ગેટ પર મૂકીને તેને સેનેટાઇઝ કરીને સભ્યો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે.
ગેટની બહાર જ તમામ વસ્તુ સેનિટાઇઝ કરવામાં આવે છે
સોસાયટીના સભ્યો માટે અખબારની છૂટ આપવામાં આવી છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JkCHy5
Comments
Post a Comment