એપ્રિલ ફુલ નહીં બનાવવા અભિયાન ચાલુ કરાયું, પોલીસ કમિશનરે વીડિયો કોન્ફરન્સથી બેઠક શરૂ કરી

કોરોનાની વૈશ્વિક મહામારીને જોતા હાલ સોશિયલ મીડિયા પર એક અભિયાન છેડવામાં આવ્યુ છે જેમાં 1લી એપ્રિલે કોઈને પણ એપ્રિલ ફુલના મેસેજ નહીં કરવા કેકોઈને એપ્રિલ ફુલ નહીં બનાવવા અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના લીધે જ્યાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો આગળ શું થશે એની ચિંતામાંગરક છે. સ્કૂલ, કોલેજ, વ્યવસાય બંધ છે ત્યાં મજાક નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી છે. અલબત્ત, બીજી તરફ હજી પણ સોશિયલ મીડિયામાં કોરોનાનીમજાક ઉડાવતા મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

પોલીસે જાહેરનામા ભંગના 122 કેસો અને 408 વાહનો ડિટેઇન કર્યા
દેશભરમાં લૉકડાઉન હોવા છતાં હજુ પણ લોકો બિન્દાસ્ત શહેરમાં ફરી રહ્યા છે. જેને લઇને પોલીસે મંગળવારે બાઇક લઇને ફરતા ઈસમો સામે કાર્યવાહી કરીહતી. જેમાં જાહેરનામા ભંગના 122 કેસો દાખલ કર્યા તેમજ 408 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના 605 કેસો અને 3310વાહનો પોલીસે ડિટેઇન કરવામાં આવ્યા છે. જયારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ટોળાની 4 કેસો દાખલકરવામાં આવ્યાં હતા.

પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ શરૂ કરી
લૉકડાઉનને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવવા માટે પોલીસ અધિકારીઓ અને પીઆઈ સાથે રૂબરૂ મિટિંગને બદલે પોલીસ કમિશનરે વીડિયોકોફરન્સથી મિટિંગ લેવાનું શરૂ કરી છે. જેમાં સવારનો સમય નક્કી કરાયો છે. પોલીસ અધિકારીઓ અને પીઆઈના મોબાઇલમાં સોફટવેર થકી લિંકના માધ્યમથીકનેકટ થઈ પોલીસ કમિશનર વિડીયો કોફરન્સ કરે છે. ગુજરાત પોલીસવડા અને સરકાર તરફથી જે કંઈ સૂચનો મળ્યા હોય છે તે બાબતે ઓનલાઇન કોફરન્સમાંચર્ચાઓ કરવામાં આવે છે.

ડાયમંડ બજારનું વેકેશન હવે14મી એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું
સુરત ડાયમંડ એસોસિએશન અને જીજેઈપીસી દ્વારા મંગ‌ળવારે સંયુક્ત જાહેરાત કરી 31મી માર્ચ સુધી જાહેર કરાયેલું ડાયમંડ બજારનું વેકેશન 14મી એપ્રિલસુધી લંબાવી દેવાયું છે. પીએમ મોદી દ્વારા 14મી એપ્રિલ સુધી લૉકડાઉનની જાહેરાત કરાઇ છે. જે પૂર્વે ડાયમંડ બજારમાં 31મી માર્ચ સુધીનું વેકેશન જાહેર કરાયુંહતું. ઘણાં રત્નકલાકારો પોતાના વતન ઉપડી ગયા છે. હાલ ઈન્ટરનેશનલ માર્કેટો પણ બંધની સ્થિતિમાં હોવાથી સુરત ડાયમંડ એસોસિએશન અને જીજેઈપીસીએવેકેશન લંબાવ્યું છે. રત્નકલાકારોને ઘરમાં રહેવા જ સુચન કરવામાં આવ્યું છે.

IMA મિશન, વિનસ અને કિરણ હોસ્પિટલમાં ઓપીડી શરૂ કરશે
આઈએમએ કોરોના એક્શન કમિટી દ્વારા સિવિલ અને સ્મીમેર સિવાય 3 ખાનગી હોસ્પિટલોમાં પણ શરદી, ખાંસી અને તાવ માટે ઓપીડી શરૂ કરવાનો નિર્ણયકરાયો છે.અઠવાલાઇન્સની મિશન હોસ્પિટલ, રામપુરાની વિનસ હોસ્પિટલ અને કતારગામની કિરણ હોસ્પિટલમાં ઓપીડી શરૂ કરાશે. મિશનમાં સવારે 10થી 1 અનેસાંજે 5થી 6, વિનસમાં સવારે 10થી 1 અને કિરણ હોસ્પિટલમાં 10થી 1 દરમિયાન ઓપીડી રહેશે. જેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાશે તો સિવિલ અથવાસ્મીમેર મોકલવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/3bKxJqj

Comments