ગુજરાતમાં રામાયણ,મહાભારત નામના પણ ગામ છે!

અમદાવાદ: સિંગાપુર, શ્રીનગર, રાવલ, મેવાડા, આલુ, ભીંડી, ખાખરા, ગાંઠીયા, દેડકા, કૂકડી, વાઘણ, હાથી, માસા, રામાયણ, મહાભારત. આ બધા ગુજરાતના ગામોના નામ છે. આમાંનું કોઇ ગામ તમારી આસપાસ પણ હશે જ. આવા અનેક અવનવા અને અજીબ નામો રાજ્યના ગામોના છે. ભારત માટે કહેવાય છે કે અસલી દેશ ગામડામાં વસે છે. ગુજરાતમાં તો 18 હજારથી વધારે ગામડાઓ છે. 2011ની ગણતરી અનુસાર ગુજરાતની કુલ વસ્તીના 57 ટકા લોકો હજુ પણ ગામડામાં વસવાટ કરે છે. ગુજરાતના ગામોની કેટલીક બાબતો મજા કરાવે એવી છે. ગુજરાતમાં એકસરખા નામવાળા ઘણા ગામો છે. રાજ્યમાં 55 નવાગામ, 39 રામપુરા અને 35 કોટડા ગામ છે. આ સિવાય 29 વાવડી, 29 પીપળિયા, 28 વાસણા છે. કેટલાક ગામોના નામ અટક પ્રમાણે પણ છે. જેમ કે ભાટિયા (ચોર્યાસી), બોરીચા (પોરબંદર), પંચાલ (મેઘરજ), બારોટ (મહેસાણા) વગેરે છે.
ગામનું નામ ચુડેલ કેમ પડ્યું?
છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં ચુડેલ નામનું ગામ છે. ગામના માજી સરપંચ નગીનભાઇ રાઠવા કહે છે કે, ખાલી ગામનું નામ જ ચુડેલ છે. અહિયા પહેલાં કે હવે ચુડેલ હતી જ નહી અને અત્યારે પણ નથી. વરસો પહેલાં અહીં ચૂડી બનતી હતી. ચૂડીનો વેપાર થતો હતો.એટલે ગામનું નામ ચુડેલ પડ્યું હતું.
લાડવા, ઢોંસા, કાંદા, તુવેર, ભાત અને ભીંડી નામના ગામો પણ છે!
દેશ-વિદેશના શહેરોના નામ પર પણ ગામો છે જેમ કે ઘાના (ડાંગ), સિંગાપુર(લીમખેડા), મણીપુર (કડી, સાણંદ), અલ્હાબાદ (રાધનપુર), અજમેર (જસદણ), ચંદીગઢ (કેશોદ), કોલ્હાપુર(રાધનપુર), ઈન્દોર (ઝઘડિયા), શ્રીનગર (પોરબંદર, સાણંદ), પુના (માંડવી/મહુવા), જોધપુર (બાયડ/વિરપુર), દાદર (વિસાવદર /જામકંડોરણા), બાંદરા (ગોંડલ). કઠોળ અને શાકભાજીના નામ પ્રમાણે પણ ગામોના નામ છે જેમ કે તુવેર (ખેડબ્રહ્મા), ભાત (દસ્ક્રોઇ), રઇ (વઢવાણ), તલ (નખત્રાણા), જીરા (ધારી), ગુવાર (નાંદોદ), ભીંડી (ખંભાળિયા) વગેરે છે. અન્ય નામોમાં લાડવા (ડેડીયાપાડા/દ્વારકા), ઢોંસા (ભુજ), ખાખરા (ટંકારા/ધ્રોલ), ગાંઠીયા (છોટાઉદેપુર), દિવેલ (બોરસદ), શેરડી (માંડવી/માણાવદર) કાંદા (પાવી જેતપુર) છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં ચુડેલ નામનું ગામ છે.


from Divya Bhaskar https://ift.tt/3dO01SW

Comments