શ્રમિકોને મદદ કરવા ધાર્મિક સંસ્થાઓ, સોસાયટીઓ અને યુવાનો મેદાને ઊતર્યા


સેવાયજ્ઞ | ફૂડ પેકેટ્સ અને 2 હજાર કિલો શાકભાજીનું વિતરણ કરાયું

લૉક-ડાઉનના કારણે શહેરભરમાં રહેતા જરૂરિયાતમંદ અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. આવા લોકોને મદદ કરવા માટે સ્વામિનારાયણ સંસ્થાએ 2 હજાર કિલો શાકભાજીનું વિતરણ કર્યું હતું. વિવિધ સંસ્થાઓ અને સોસાયટીઓ દ્વારા અનેક વિસ્તારોમાં રસોડાં શરૂ કરાયા છે તેમ જ 108એ 4 જગ્યાએ ધન્વંતરી રથ ઊભો રાખી શ્રમિકોનું આરોગ્ય તપાસ્યું હતું.

બીએપીએસ

લૉક-ડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદોને મદદ કરવા અને ભોજન પહોંચાડવા માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અમદાવાદ તેમ જ અન્ય શહેર અને જિલ્લાઓમાં ફૂડ પેકેટ્સ અને 2 હજાર કિલો શાકભાજીનું વિતરણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - religious institutions societies and youth stepped up to help the workers 055051


from Divya Bhaskar https://ift.tt/2QON5lG

Comments