કોરોનાથી બચવાના ઉપાય શોધવાના પ્રયાસમાં શિક્ષિત લોકોને ‘પેનિક એટેક’, ગભરામણ-અનિદ્રાનો ભોગ બન્યા

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદ: લૉકડાઉનની સ્થિતિમાં સતત ઘરમાં જ રહેતા લોકોમાં હવે પેનિક એટેક અને સાયકોસિસ જેવા રોગના કેસોની સંખ્યા વધી રહી છે. તેમાં પણ પેનિક એટેકના દર્દીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે તેમ જણાવતા મનોચિકિત્સકોએ કહ્યું, સામાન્યરીતે ડોક્ટર સહિત ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો કોરોનાને લઈ સતત અનેક પ્રકારના સંશોધનો કરી રહ્યા છે. કોરોનાથી બચવા ઉપાય શોધવા ઉતાવળા થઈ રહ્યા છે. આ સ્થિતિમાં તેઓ પેનિક એટેકનો ભોગ બની રહ્યા છે. પેનિક એટેકના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં 200થી વધુ જનરલ પ્રેક્ટિસ કરતા તેમજ નિષ્ણાંત તબીબોએ પોતાની પ્રેક્ટિસ પણ બંધ કરી દીધી છે. માનસિક આરોગ્યની સરકારી હોસ્પિટલમાં સેવા આપતા ડો. રમાશંકર યાદવે જણાવ્યું કે, લોકડાઉન પહેલા પેનિક એટેકના રોજ સરેરાશ એક કે બે કેસ આવતા હતા પરંતુ હવે આવા કેસોની સંખ્યા વધીને 10 સુધી પહોંચી ગઈ છે. જેમાં લોકો બેચેની, ગભરામણ, વારંવાર મોં સુકાઈ જવું, ઉંઘ ન આવવી, મનમાં સતત વિચારો આવવા સહિતની ફરિયાદો વધી ગઈ છે.

કેસ-1: ચેપની બીકે ડોક્ટર દવાખાનું ખોલતા નથી
હાલના સમયમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. દર્દીને દવા આપીએ ત્યારે પણ મનમાં ભય હોય છે કે, જો કોઈ કોરોનાનો દર્દી આવી ગયો તો, મને, મારા પરિવારને તેમજ અન્ય દર્દીઓને પણ ચેપ લાગશે. તેથી હું હોસ્પિટલ શરૂ નહીં કરૂ. આવા અનેક ડોક્ટરો છે, પરંતુ તેમાં કેટલાક ડોક્ટરો દર્દીઓને ફોન પર જ દવા લખાવી મેડિકલ સ્ટોરમાંથી લઈ લેવા જણાવી રહ્યા છે.

કેસ-2: કોરોનાના વિચારોથી ઊંઘ હરામ થઈ ગઈ
ઘરમાં સતત રહ્યા બાદ 10થી 20 વર્ષ જુની વાતો સતત યાદ આવી રહી છે, ઉંઘ પણ નથી આવતી. આનાથી બચવા થોડા સમય ટીવી જોવું છું તો થોડા સમય સુધી ધાર્મિક પુસ્તકો વાંચુ છું પરંતુ મન સતત બેચેન રહે છે. જે લોકો મરી ગયા છે તેમની સતત યાદ આવે છે તેવી ફરિયાદ 35 વર્ષની મુસ્લિમ મહિલાએ કરતા તેને સાયકોસિસની સારવાર અપાઈ રહી છે.

અહીંથી ફ્રીમાં સલાહ
પેનિક એટેકનો ભોગ બનતા લોકોને ફ્રી માર્ગદર્શન આપવા અમદાવાદ સહિત રાજ્યના અનેક ડોક્ટરોએ હેલ્પલાઈન શરૂ કરી છે. જરૂર જણાય તો શહેરના આ પાંચ ડોક્ટરનો ફોન પર સંપર્ક કરી તમે ફ્રીમાં સલાહ મેળવી શકો છો.
ડો. દિપ્તી ભટ્ટ - 9825109501
ડો. રમાશંકર યાદવ - 8264049261
ડો. કેવિન પટેલ - 7878994991
ડો. સસવિન્દર કૌર - 9632570975
ડો. સુદેશના મુખર્જી - 8584826274



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2vVvlhk

Comments