શહેરમાં કોઈ ભૂખ્યા ના સૂવે તેની જવાબદારી લીધી સિટીના હિરોએ


અત્યાર સુધી 12 હજારથી વધારે લોકો સુધી પહોંચાડ્યું છે ફૂડ

માનવ સેવા મંડળ અને વજ્ર ઓફોર્સ અને પોલિસ ડિપાર્ટમેન્ટની મદદથી ચાર દિવસમાં 12 હજારથી વધારે લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે, અમે સાથે મળીને અલગ અલગ શ્રમિક વિસ્તારોમાં પુરી, શાક, થેપલા, ચોખા, ચણા સહીતનું ફૂડ આપી રહ્યા છે. દરરોજ ત્રણ હજાર જેટલા લોકોને અમે પોલિસની મદદથી ફૂડ પેકેટ પહોંચાડીએ છીએ જેઓ તકેદારી રાખીને આ કાર્ય કરી રહ્યા છે. આ કાર્યમાં 16 જેટલા પોલિસ સ્ટેશનનો જોડાઈને સોશિયલ એક્ટિવિટીનો ભાગ બની રહ્યા છે. ખાસ કરીને રસ્તા પર કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અમે આ ફૂડ પેકેટ આપી રહ્યા છે જ્યાં સુધી લોક ડાઉન છે ત્યાં સુધી અમે આ રીતના ફૂડ પેકેટ બનાવી લોકોને જમાડતા રહેશું.

ભંડોરી પોળ સેવાસમિતીની અન્યો માટે સેવા

ભંડોરી પોળ સેવા સમિતી દ્વારા ગરીબ તેમજ જરૂરિયાતમંદ માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના કારણે લોકોને રોજી રોટી મળવી મુશ્કેલ થઈ ગઈ છે કેમ કે, કામ ધંધા બંધ થઈ ગયા છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી ભંડોરી પોળના સભ્યોએ આ સામાજિક કાર્ય કર્યું છે.

સોસાયટી-ટ્રસ્ટના સહયોગથી બને છે ફૂડ

ધ્રુવ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ પરિવાર અને ગીતાનગર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ સુધી ફૂડ પહોંચાડવામાં આવી રહ્યું છે. રસ્તા પરના આ લોકોને છેલ્લા કેટલાક દિવસોથી ફૂડ આપવામાં આવી રહ્યું છે. જેમાં તેમને મોટી સંખ્યામાં લોકો સુધી ફૂડ આપવાની સામાજિક કામગીરી કરી છે.

શહેરના હજારો જરૂરિયાતમંદો સુધી ફૂડ પહોંચાડવાનું કામ સિટીના રીઅલ હીરો કરી રહ્યા છે. જેમાં એનજીઓ તેમજ તેની સાથે જોડાયેલા વોલેન્ટીયર્સ ઉપરાંત પોલિસ પણ ખડે પગે રહીને આ સામાજિક સેવાનો ભાગ બની રહી છે. શહેરની બે સંસ્થાઓ રોજના 3 હજારથી વધુ લોકો સુધી ફૂડ પેકેટ્ પહોંચાડે છે આ પ્રકારની નાની મોટી સેવાઓ અનેક લોકો કરતા હશે જેથી હજારોની સંખ્યામાં આ પ્રકારની સેવા રોજ પહોંચતી
હશે. ત્યારે જાણીએ સિટીના આ રીયલ હીરો કયા સ્થળો પર ફૂડ આપી રહ્યા છે.

heroes of city



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - heroes of the city took responsibility for being hungry in the city 055005
Ahmedabad News - heroes of the city took responsibility for being hungry in the city 055005


from Divya Bhaskar https://ift.tt/3bwFPTy

Comments