ખાનગી અને કો.ઓપરેટીવ બેંકોની લોનના હપતા વસૂલવા મુદ્દે મૂંઝવણ

લૉકડાઉનથી વેપાર-ધંધા બંધ છે. ત્યારે લોનધારકો અને કેશ ક્રેડીટ લેનારા ઉદ્યોગકારોને રાહત આપવાના હેતુથી આરબીઆઈએ 3 મહિના હપ્તા નહીંવસૂલવા બેંકો અને ફાયનાન્સિયલ-નોન ફાયનાન્સિયલ સંસ્થાઓને કરેલા અનુરોધનું પાલન કરવામાં આવી રહ્યું નથી. કેટલીક નેશનલાઈઝ્ડ અને ખાનગી બેંકોમાર્ગદર્શિકા નહીં આવી હોવાનું બહાનું ધરીને ગ્રાહકોને લાભ આપી રહી નથી. મોટાભાગની કો.ઓપરેટીવ બેંકોએ ગ્રાહક તરફે વલણ રાખી કોઈના હપ્તા નહીંકાપવા નિર્ણય કર્યો છે.

નાની સહકારી બેંકો લોકોની વ્હારે
મંગળવારે મોડી સાંજે કેટલીક નેશનલાઈઝ્ડ બેંકો દ્વારા નિર્ણય કરાયો છે કે 3 માસ એટલે કે તા.1લી માર્ચ થી 31મી મે સુધી કોઈ લોનધારકોનો હપ્તો કાપવામાં આવશે નહીં. જેમણે હપ્તા કપાવવા છે તેમણે બેંકોને ધ્યાન દોરવાનું રહેશે. આ ઉપરાંત માર્ચ માસમાં જેમનો હપ્તો કપાય ગયો છે તેમને રિફંડ પણ આપવામાંઆવશે. જેમાં જાહેર ક્ષેત્રની કેટલીક બેંકો આઈડીબીઆઈ, પીએનબી, કેનેરા બેન્ક, યુકો અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટરના માધ્યમથી એવી જાહેરાત કરીછે કે ત્રણ મહિનાથી સુધી લોનના હપ્તા નહીં કાપવામાં આવે. જ્યારે બીજી તરફ નાની સહકારી બેંકો લોકોની વ્હારે આવી છે.

3 મહિના સુધી તમામ હપ્તા ટાળવાનો બેંકનો નિર્ણય
ધી સુરત પીપલ્સ કો.ઓ. બેંકના જીએમ જતીન નાયક જણાવ્યું કે, કોવિડ-19થી કોણ અસરગ્રસ્ત છે તે તપાસ બેંક કરી શકે તેમ નથી. ત્યારે 3 મહિના સુધીતમામ પ્રકારની લોન, ક્રેડીટના હપ્તા ટાળવાનો નિર્ણય લેવાયો છે. હા, જે કોઈ હપ્તા કપાવવા માંગતા હોય તે સામેથી જાણ કરી શકે છે. એસજીસીસીઆઇનાપ્રમુખે કેતન દેસાઇએ જણાવ્યું કે હજુ પણ બેંકો દ્વારા ગાઈડલાઈન નથી. ત્યારે અમે દિવસ દરમિયાન આરબીઆઈ સાથે મેઈલ થકી લોનના હપ્તા નહીં કાપવામાટે રજૂઆતોનો મારો શરૂ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2USZMx4

Comments