ડ્રોનથી જાહેરનામા ભંગ કરનારા પાંચને બારડોલી પોલીસે દંડ કર્યો


કોરોના વાઇરસની ગંભીરતાને ધ્યાને લઈ સરકારે લોક ડાઉન જાહેર કર્યું છે. ત્યારે પોલીસની નજર ચૂકવી જાહેરનામાનો ભંગ કરતા લોકો પોતાની બહાદુરી માની રહ્યા હોય એમ જાહેર નામાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે બારડોલી પોલીસે આવા ઇસમો સામે લાલ આંખ કરી છે અને ડ્રોન કેમેરાની મદદથી આવા લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું છે, જેમાં પહેલે જ દિવસે 5 ઇસમો જાહેરનામાનો ભંગ કરતાં દંડાયા છે. જ્યારે નગરમાં કામ વગર આંટાફેરા મારનારા 22 ઈસમોની બાઇક ડીટેઇન કરી છે.

બારડોલી પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન અનેક વખત લોકોને સમજાવવામાં આવ્યા હોવા છતાં લોકો ઘરોની બહાર આંટા ફેરા મારવા કઈક ને કઈક વસ્તુ લેવાના બહાના બનાવી નીકળતા હોય છે. ત્યારે બારડોલી પોલીસ આવા ઇસમો સામે કડકાઇ વાપરી નગરમાથી 21 બાઇક ડિટેઇન કરી છે, તો નગરમાં તેમજ તાલુકામાં લોકો ટોળે વળી ગપ્પાં મારતા 144ન્કિ લમ ભંગ કરતા હોવાની અનેક ફરિયાદો પોલીસને મળી હતી, જેઓને ઘરની અંદર રાખવા બારડોલી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી આવા જાહેરનામા ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. પોલીસે જાહેરનામાના પાંચ ગુના નોંધ્યા છે. જેમાં સરભોણ, મોતા અને વાંકાનેર ગામે 1-1 અને નગરમાં ડ્રોન કેમેરાની મદદથી 2 ગુના નોંધ્યા છે. જેમાં ભંડારીવાડ અને મહારાણા પ્રતાપ ચોક ખાતેથી જાહેરનામાનો ભંગ કરતાંને ઝડપી પાડ્યા હતાં. નગર તેમજ તાલુકાની જનતા જાહેર નામાનો ભંગ તેમજ બીનજરૂરી આંટા ફેરા મારતા ઝડપાશે તો આગામી સમયમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસ વધુ કડક કાર્યવાહી કરવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે.

કામરેજમાં 14ને જાહેરનામાનો ભંગ કરતાં ઝડપી પાડ્યા

_photocaption_બારડોલી પોલીસે લોકડાઉન ચુસ્ત બનાવવા ડ્રોનનો સહારો.*photocaption*

ખોલવડ ગામ માતૃકૃપા સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટથી 14 પકડાયા

કામરેજમાં કેટલાક ઇસમો સોસાયટીની બહાર જાહેરમાં ટોળે વળી તથા બીનજરૂરી જાહેર માગઁ પર અવરજવર કરી જાહેરનામાનો ભંગ કરતા હોય એવા ઇસમોને પકડી પાડવા માટે કામરેજ પોલીસે સતત બીજે દિવસે ડ્રોન કેમેરાથી હવાઇ નીરીક્ષણ હાથ ધર્યું હતું. ખોલવડ ગામ માતૃકૃપા સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટથી 14 ઇસમોને જાહેરનામાનો ભંગ કરતા ઝડપી લઈ ઇપીકો કલમ 188, 269 તથા ધી એકેડેમીક ડીસીઝ એકટ 1897 ગુજરાત એકેડેમીક એકટ 2020ની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bardoli News - five bardoli police fined for violating drone notification 060032


from Divya Bhaskar https://ift.tt/2w3J0TH

Comments