લોકડાઉનમાં ઘરમાં જ રહેવાની અપીલ સાથે શૈક્ષણિક સંસ્થા પણ આગળ આવી


કોરના વયરસના સંક્રમણને અટકાવવા લોકજાગૃતિ જરૂર હોય, શૈક્ષણિક સંસ્થા પણ આગળ આવી રહી છે. બારડોલીની જે. એમ. પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળ અને હોદ્દેદારોએ લેટરપેડ પર કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સોશિયલ મડીયા થકી ઘરમાં રહેવાની અપિલ કરવામાં આવી રહી છે.

બારડોલી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મડળ સંસ્થા તાજેતરમાં કોરોના વયરસની મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખી શાળાના શિક્ષકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અપિલ કરવામાં આવી છે. લેટરપેડ પર સરકારની સૂચનાને અનુસરી એક જવાબદાર વ્યક્તિ તરીકે પ્રતિજ્ઞા કરી છે. આ લોકડાઉનના સમયમાં મારા પરિવારનો કોઈ પણ સભ્ય ઘરની બહાર નહીં નીકળે તથા એક જવાબદાર વ્યક્તિ તરીકે બીજાને પણ ટેલિફોનિક સંપર્ક કરી ઘરની બહાર નહીં નીકળવા માટે સમજાવી શું. ઘરમાં રહીશો તો, આપણું પરિવાર સુરક્ષિત અને આપણો પરિવાર સુરક્ષિત તો, આપણો સમાજ અને આપણું રાષ્ટ્ર સુરક્ષિત. જેથી હાલના સમયમાં ઘરે રહેવું એજ સાચી માનવ સેવા એજ સમાજસેવા, એજ રાષ્ટ્ર સેવા છે. ઉક્ત મેસેજ સોશિયલ
મીડીયા થકી સંસ્થાના ગ્રુપ સહીતમાં મુકી જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું છે.

સંસ્થાના ગ્રુપમાં મેસેજ થકી પરિવારને સુરક્ષિત રાખવા જણાવે છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2w4vP4X

Comments