કોરોના વાઈરસના જોખમને ટાળવા દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે. આ સંજોગોમાં લોકોને જીવનજરૂરી ચીજવસ્તુ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી આવશ્યક ચીજવસ્તુની હેરફેર કરતાં વાહનોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત ઝોમેટો, સ્વિગિ, બિગબાસ્કેટ, એમેઝોન જેવી ફૂડ ડિલિવરી કંપનીઓને પણ આવશ્યક ચીજવસ્તુની ડિલિવરી માટેની મંજૂરી આપી છે. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી મળી છે.
અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ગુરુવારે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા અગાઉ ભારે વાહનોના શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આવશ્યક ચીજવસ્તુના પુરવઠા પર કોઈ માઠી અસર ન પડે તે માટે આ વાહનોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. ભારે વાહનો તેમજ ફૂડ ડિલિવરી કંપનીઓને મંજૂરીનો હેતુ લોકોને જરૂરી ચીજવસ્તુનો પુરવઠો સતત મળતો રહે તેની ખાતરી રાખવાનો છે. શહેરના કેટલાક વિસ્તારમાં બે દિવસથી દૂધ તેમજ અનાજ, કરિયાણા જેવી જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા લોકો એકઠાં થતા જાહેરનામાની સમીક્ષા કરી આ નિર્ણય લેવાયો છે.
52 સોસાયટીમાં મ્યુનિ.ની ઈ-રિક્ષાથી 8095 કિલો શાકભાજી પહોંચાડાયાં
મ્યુનિ.અે 100 કિલો શાકનો ઓર્ડર આપતી સોસાયટીના ઘરે ઘરે જઈને શાક વિતરણ કરવાની યોજના અમલમાં મૂકી હતી. જેના પ્રથમ દિવસે વોટ્સએપ થકી કુલ 1342 સોસાયટીઓએ મ્યુનિ.નો સંપર્ક કર્યો હતો. મોટાભાગની સોસાયટીઓએ 2 કિલોથી 5 કિલોની જરૂરિયાત દર્શાવતાં તે તમામને રિજેક્ટ કરી દેવાઈ હતી. જ્યારે 52 સોસાયટીઓનો 100 કિલોથી વધુનો જથ્થો દર્શાવતા આવા 6515 કુટુંબોને શાકભાજી ઘરઆંગણે મળી રહે તેની વ્યવસ્થા કરાઈ હતી. 8095 કિલો જથ્થો સોસાયટીઓમાં પહોંચાડાયો હતો. ઉલ્લેખનીય છે કે, 100 કિલો શાકભાજી માટે વાહન વ્યવસ્થા તથા માલ-સામાન ચઢાવવા-ઉતારવા માટેની સગવડ મ્યુનિ. દ્વારા પૂરી પડાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2xopHou
Comments
Post a Comment