રાજકોટના મુંજકા ગામના તમામ માર્ગો બંધ કરાયા, કોઇ બહાર ન નીકળે તે માટે ડ્રોનથી નજર રખાશે

રાજકોટઃ રાજકોટની નજીક આવેલા મુંજકા ગામમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો છે તેથી આખા ગામને બહાર ન નીકળવા સરપંચે કહી દીધું છે તેમજ કોઇ બહાર ન નીકળે તે માટે ડ્રોનથી નજર રાખવામાં આવશે. મુંજકાના સરપંચ જે.ડી.જાદવે જણાવ્યું હતું કે ‘કેસ આવતા આખા ગામને ક્વોરન્ટાઈન કરી નાખ્યું છે. ગામમાં આવતા તમામ માર્ગો પર પોલીસ મુકાઈ છે અને આવન જાવનની સ્પષ્ટ મનાઈ છે. ગામમાં કરિયાણાની દુકાનો પર જવાની મનાઈ છે તમામ ફોન પર ઓર્ડર લખાવે છે અને કરિયાણું ઘરે પહોંચે છે. કોઇ બહાર ન નીકળે તે માટે બધા વિસ્તારોમાં કહી દેવાયું છે આમ છતાં તેમના પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. આ માટે પોલીસની મંજૂરી મળ્યા બાદ દિવસ દરમિયાન વખતો વખત ડ્રોન ઉડાડી આખા ગામમાં ફેરવાશે અને જ્યાં લોકો શેરીમાં કે બહાર જોવા મળશે ત્યાં તુરંત જ પહોંચી પોત પોતાના ઘરે મોકલી દેવાશે. ઈમરજન્સીની સ્થિતિ હોય ત્યારે ગ્રામજનો માટે ગ્રામપંચાયતની આખી ટીમ તૈનાત રખાઈ છે. ’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મુંજકાના સરપંચ જે.ડી. જાદવે પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીને સાથે રાખી લોકોને સાવચેતી રાખવા સમજાવ્યા હતા.


from Divya Bhaskar https://ift.tt/3bEHir2

Comments