મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય, પણ વતનમાં જવું એ નક્કી જ છે

સુરતઃ કામધંધા માટે આવેલા ઘણા લોકો પરત વતન લઈ રહ્યા છે. તેવામાં એક મહિલા એકલી તેના બે બાળકોને બંને કાખમાં બેસાડીને ચાલતા-ચાલતા ધોલેરા જવા નીકળી હતી. તે કામરેજ પાસે જોવા મળી હતી.

દિવ્યાંગ બાળકને માતા સુરતથી ગોદમાં લઇ વતન જવા નીકળી
સુરતથી રાજસ્થાન પગપાળા નિકળેલા પરિવારના 2 બાળકો સહિતના 5 સભ્યોની પોલીસે મદદ કરી હતી. બાળકો પૈકી એક બાળક દિવ્યાંગ હતો. તેને રાજસ્થાન જતી ટ્રકમાં મોકલાયાં હતાં.

હે દીકરાઓ તમે ડરતા નહીં: હું તમને વતનમાં લઇ જઇશ!
કચ્છમાં તમામ તાલુકાઓમાંથી કામદારોની પગપાળા રઝળપાટ શરૂ થઇ છે. ભચાઉમાં શનિવારે એક પિતા પોતાના બે સંતાનોને ખભા પર બેસાડી નીકળી પડ્યા છે. પિતાનો જાણે આ જંગ હોય તેવું લાગી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
No matter how big the problem, it is a decision to go home


from Divya Bhaskar https://ift.tt/3bxhgpt

Comments