ચીફ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા તેમના તાબામાં આવતા પોલીસ સ્ટેશનને જાણ કરીને આરોપીને તેમના ઘરે રજુ કરવા જાણ કરવામાં આવશે . તે સિવાયની અરજન્ટ સુનાવણી પણ મેજિસ્ટ્રેટના ઘરેથી કરવામાં આવશે.
રાજ્યભરના મદદનીશ સરકારી વકીલો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવશે રાજ્યભરની જિલ્લા અને તાલુકા સ્તરની કોર્ટના સરકારી વકીલો કોરોના વાઈરસની આપત્તિ સામે લડવા એપ્રિલ મહિનાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરવા નિર્ણય લીધો છે ગુજરાત રાજ્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર એસોસિએશનના પ્રમુખ પરેશ નાંદોલિયા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઇકોર્ટે કોરોના અંગે સુઓમોટો લીધો હતો અને રાજ્યભરની કોર્ટમાં છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટોમાં પણ પગલાં લેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગોધરાકાંડના એક આરોપીની પણ વીડિયો કોન્ફરન્સથી સુનાવણી યોજાઈ હતી. જે ઈતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QON5Cc
Comments
Post a Comment