ગુજરાતમાં સ્માર્ટ થઈ રહેલી સરહદથી પાકિસ્તાન હતપ્રભ, BSFએ ફેન્સિંગ સાથે લગાવી 11,880 સોડિયમ લાઇટ્સ

ડીડી વૈષ્ણવનો BSFની છેલ્લી સીમા ચોકી, કચ્છથી લાઇવ રિપોર્ટ: પાકિસ્તાન હતપ્રભ છે. કારણ કે જે કામ બંદૂકો કરી શકી નથી તે બીએસએફની લાઇટોએ કરી દીધું છે. રાતના અંધારામાં ઘૂસણખોરી રોકવા માટે બીસીએફે પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની 425 કિમી સરહદ પર 11,880 સોડિયમ લાઇટ્સ લગાવી દીધી છે. રાજ્યની બાકીની 83 કિમી સરહદે ફેન્સિગ, લાઇટિંગનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં કચ્છના રણ વિસ્તારમાં કુલ 508 કિમી બોર્ડર આવેલી છે, બાકીનો સીમા વિસ્તાર સમુદ્ર અને કાદવકીચડવાળી જગ્યામાં આવેલો છે. અત્યાર સુધી અહીંથી દાણચોરી, ઘૂસણખોરી થતી હતી. પણ હવે લાઇટો લાગી જતા આ સરહદ સીલ થઈ ગઈ છે. બાકીના ક્રીક વિસ્તારમાં તો પાકા રસ્તા બનાવીને એલઇડી લાઇટો લગાવવામાં આવી છે.
હવે પાંચ વર્ષમાં સમગ્ર 508 કિમીમાં સોડિયમના બદલે એલઇડી લાઇટ્સ લાગાવાશે
બોર્ડર યાત્રા દરમ્યાન ભાસ્કરની ટીમ ભૂજથી 175 કિમીથી વધુનો સૂમસામ રસ્તો પાર કરી, ઇન્ડિયા બ્રીજ થઈને રાત્રે અંદાજે 12 વાગ્યે સરહદે આવેલી એક બીઓપી પર પહોંચી હતી. અહીં સુધી આવવા માટે રસ્તો બનેલો છે. અને સમગ્ર બોર્ડર સ્વર્ણિમ રોશનીથી ઝગમગતી હતી. અહીં ડગલેને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી. જ્યારે પાકિસ્તાન તરફ દૂરસુદૂર સુધી બસ અંધારું જ દેખાતું હતું. હા, ત્રણ કિમી દૂર આવેલી પાકિસ્તાનની ચોકી પર ચીન પાસેથી મેળવવામાં આવેલી ઉધારની બે-ત્રણ સોડિયમ લાઇટો જરૂર દેખાઈ. બોર્ડરની આસપાસ એ તરફ તો કોઈ નહોતું. ચોકીપહેરો કરતા રેન્જર્સ પણ ગાયબ હતા. આ બોર્ડર પર એલઇડી લગાવવાનું કામ સીપીડબલ્યૂડીએ શરૂ કરી દીધું છે. કામગીરી પૂર્ણ થતા પાંચ વર્ષ લાગી જશે.
આવી હશે ગુજરાતની સ્માર્ટ બોર્ડર
  • કૉમ્પ્રિહેન્સીવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઇબીએમએસ) ઇઝરાયેલની મદદ અને સ્વદેશી પદ્ધતિથી ડેવલપ કરવામાં આવી છે. તેનાથી છુપા સીસીટીવી કેમેરાની મદદથી કન્ટ્રોલ રૂમમાંથી ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકાશે.
  • સંવેદનશીલ વિસ્તારોમાં તારની વાડની સાથે લેસર વૉલ બનાવવાની સાથે લેસર બીમ, કેમેરા, રડાર અને સેન્સર લાગશે.
  • સ્માર્ટ ફેન્સિંગ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી સજ્જ હશે. તેમાં નાઇટ વિઝન કેમેરા, હેન્ડહેલ્ડ થર્મલ ઇમેજર્સ, બેટલ ફિલ્ડ સર્વેલન્સ રડાર ઉપરાંત ડાયરેક્શન ફાઇન્ડર, ગ્રાઉન્ડ સેન્સર, હાઇપાવર ટેલિસ્કૉપ છે. ઘૂસણખોર ફેન્સિંગની નજીક પણ આવશે તો પકડાઈ જશે.
  • એલઇડી લગાવવાથી દર મહિને BSFના 41 લાખ રૂપિયા બચશે
  • ગુજરાત સરહદે અત્યારે 2,970 પોલ પર 11,880 સોડિયમ લાઇટ્સ લાગી છે. એટલે કે પ્રત્યેક પોલ પર 4 લાઇટ્સ છે.
  • એક રાતમાં પોલ દીઠ 12 યૂનિટ વીજ વપરાશ થાય છે.
  • દૈનિક 35,640 યૂનિટ એટલે કે 2.49 લાખનો વીજ વપરાશ ખર્ચ છે.
  • બીએસએફ દર મહિને 74.84 લાખ રૂપિયા વીજ બિલ ચૂકવે છે.
  • એલઆઇડી લગાવ્યા બાદ 55 ટકા સુધી વીજળીની બચત થશે.
  • એલઇડીથી મહિને વીજ ખર્ચ 1.12 લાખ યૂનિટ એટલે કે 33.67 લાખ રૂપિયા થઈ જશે.
પાક. સરહદ...
પાકિસ્તાનની હદમાં ચીન પાસેથી ખરીદવામાં આવેલી લાઇટ્સથી થોડીઘણી રોશની દેખાતી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આપણી સરહદ રોશનીથી ઝગમગ.
પાકિસ્તાનની હદમાં ચીન પાસેથી ખરીદવામાં આવેલી લાઇટ્સથી થોડીઘણી રોશની દેખાતી હતી.


from Divya Bhaskar https://ift.tt/39r91Kb

Comments