EMI ત્રણ મહિના ટાળશો તો રૂ. 1000 પર રૂ. 25 વ્યાજ આપવું પડશે

નવી દિલ્હીઃ જો તમે હોમ લોન, કાર લોન, પર્સનલ લોનની ઈએમઆઈ ત્રણ મહિના ટાળવાનો નિર્ણય કરશો, તો પ્રતિ 1000 રૂપિયાએ તમારે રૂ. 25 વ્યાજ ભરવું પડશે. બેન્કિંગ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે રિઝર્વ બેન્કે સામાન્ય લોકોને રાહત આપવા ઈએમઆઈ પર ત્રણ મહિના માટે મોરાટોરિયમ લગાવાયું છે. જો આ દરમિયાન ઈએમઆઈ નહીં ચૂકવાય તો તેના પર બેન્ક સાધારણ દરથી વ્યાજ વસૂલશે. બેન્ક આ રકમ તમારે ભવિષ્યમાં ચૂકવવાની છે, તે ઈએમઆઈ પર જોડી શકે છે અથવા ઈએમઆઈની રકમમાં કોઈ ફેરફાર નહીં કરીને લોનનો સમયગાળો વધારી શકે છે. મની ટેપના કો-ફાઉન્ડર કુણાલ વર્માએ કહ્યું કે રિઝર્વ બેન્કના આ પગલાંથી એ લોકોને ઘણી રાહત મળશે જેમની આવક લૉકડાઉનના કારણે પ્રભાવિત થઈ છે પરંતુ તેમણે જૂનથી પોતાની ઈએમઆઈ અગાઉની જેમ જ નિયમિત રીતે ચૂકવવી પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2wyGyox

Comments