ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ એસોસિયેશનના 50 અધિકારીએ કેન્દ્ર સરકારને ધનિકો પરનો ટેક્સ વધારવા ભલામણ કરી છે, જેથી લૉકડાઉનના કારણે અસરગ્રસ્ત થયેલા દેશના અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય. એસોસિયેશને તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે એક કરોડ રૂ.થી વધુ વાર્ષિક આવક ધરાવતા ધનિકો પરનો આવકવેરો 30%થી વધારીને 40% કરવામાં આવે કે પછી પાંચ કરોડ રૂ. કે તેથી વધુ પર વેલ્થ ટેક્સ પરી લાગુ કરવામાં આવે તેમ જ 10 લાખ રૂ.થી વધુ આવક ધરાવતા લોકો પાસેથી એક વાર 4% કોરોના વાઇરસ સેસ વસૂલવામાં આવે. એસોસિયેશને સીબીડીટીને સોંપેલા ‘ફિસ્કલ ઓપ્શન્સ એન્ડ રિસ્પોન્સ ટુ કોવિડ-19’ ટાઇટલ સાથેના રિપોર્ટમાં ગરીબોના બેન્ક ખાતામાં 6 મહિના સુધી દર મહિને 5 હજાર રૂ. ટ્રાન્સફર કરવાની પણ ભલામણ કરી છે. રિપોર્ટમાં એવો અંદાજ બાંધવામાં આવ્યો છે કે આ સૂચનોનું અમલીકરણ કરીને સરકાર 15 હજાર કરોડથી 18 હજાર કરોડ રૂ. એકઠા કરી શકે છે. જોકે સીબીડીટી તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે આઈઆરએસ સંઘને કે અધિકારીને ક્યારેય કોઈપણ અહેવાલ માટે કહેવાયું નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3azkaJy
Comments
Post a Comment