નિવૃત શિક્ષિકાએ 10,000 ખાતામાં રાખીને તમામ રકમ દાન કરી દીધી, શિક્ષણમંત્રીને 1,11,111નો ચેક અર્પણ 

ધોળકાના 28 વર્ષથી નિવૃત જીવન ગાળતા શિક્ષિકા રંજનબેન નટવરલાલ શાહે એમના પેન્શનની જમા રકમમાંથી રૂ.1,11,111નો ચેક સરકારમાં કોરોનાગ્રસ્તોની સહાય માટે અર્પણ કરીને એક પ્રેરણાદાગી કાર્ય કર્યુ છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે, એમણે મને ઘરે બોલાવીને બીજા 50,000 રૂપિયા સ્થાનિક સેવાકાર્ય માટે પણ આપ્યા છે. પોતાના ખાતામાં માત્ર 10,000 રૂપીયા જમા રાખ્યા છે અને પરિવારને તે રકમમાંથી છેલ્લે અંતિમ સંસ્કાર કરવાની વાતકરી છે.
રંજનબેને વધુમાં કહ્યુ કે, હું કોઇને 50 રૂપીયા આપવા ધારૂ તો પણ એક સમયે આપી શકાય તેવી આર્થિક સ્થિતિ નહોતી. પરંતુ આજે ઇશ્વરની કૃપા છે. મારો ફાળો એક બિદુ સમાન જ છે, જે મને રામની ખિસ્કોલી બન્યાનો સંતોષ આપે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Retired teacher donates all amount in 10,000 accounts, handing over check of Rs 1,11,111 to Education Minister


from Divya Bhaskar https://ift.tt/2VBLSRs

Comments