પીપોદરાથી 110 શ્રમિકો ઓરિસ્સા રવાના, પ્રા. આ. કેન્દ્ર પર તમામનું શારિરીક પરીક્ષણ કર્યા બાદ મોકલવામાં આવ્યા

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલી જીઆઈડીસીમાં કામ કરતા પરપ્રાંતિય કામદારોની વતન જવાની માંગ બાદ હાલ શરતોને આધિન જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ રાજ્યોમાં વસતા લોકોને પોતાના વતન મોકલવા માટે મંજૂરી આપવામાં આવતી હોય. કોસંબા પોલીસ દ્વારા પિપોદરા જીઆઈડીસીમાંથી કેટલાક પરપ્રાંતીય મજૂરોને રાધે સિલવર ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી બે બસોનું આયોજન કરી તે માટે જિલ્લા કલેક્ટરમાંથી મંજૂરી મેળવી 110 જેટલા પરપ્રાંતીય મજૂરોને ઓરિસ્સા ગંજામ ખાતે મોકલવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બુધવાર સાંજે બસમાં ઓરિસ્સા જનાર તમામ 110 પરપ્રાંતિય મજૂરોનું પિપોદરા ખાતે આરોગ્ય ચેકઅપ કરી તમામને પાણી સેનેટાઈઝર, ખાવા પીવાની વસ્તુ, માસ્ક, વગેરેની વ્યવસ્થા કરી ઓરિસ્સા જવા માટે રવાના કરવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પીપોદરાથી ઓરિસ્સા જઇ રહેલા શ્રમિકો.


from Divya Bhaskar https://ift.tt/2VQfjQ1

Comments