વિશ્વ અને દેશમાં હાલ કોરોના મહામારીને નાથવામાં સૌ કંઈકને કંઈક રીતે મદદરૂપ થતાં હોય છે ત્યારે પોતાની ફરજી સમજીને ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની પહેલને વધાવી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. આ અંગે વિગતે માહિતી આપતાંજિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝાએ જણાવ્યુ હતુ કે જિલ્લાના દસ તાલુકા અને સી.આર.સી. અને બી.આર.સી. કો ઓર્ડીનેટર સહીત 7500 કરતાં પણ વધુ શિક્ષક મિત્રોના એક દિવસની પગારની રકમ કે જે એક કરોડ ચૌદ લાખ કરતાં પણ વધુ થાય છે તેનો ચેક જિલ્લા ક્લેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમારને અર્પણ કરવામાં આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W2ck65
Comments
Post a Comment