કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલો હોસ્પિટલનો 12 સ્ટાફ ક્વોરન્ટીન

ઝંખવાવની કરોના ગ્રસ્ત મહિલાને સારવાર માટે બારડોલી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાના લક્ષણ શંકાસ્પદ દેખાતા ડોક્ટર દ્વારા મહિલાની હીસ્ટ્રી પૂછતાં ગોળગોળ જવાબ આપતાં ડોક્ટરે મહિલાને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે ગુરુજી નગરમાં રહેતી સવિતાબહેન દેવસિંગભાઈ વસાવા (60) જેઓ 27મીના રોજ સાંજે બારડોલી હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. મહિલા અંગે પૂછતાછ કરતાં જણાવ્યું હતું કે સવિતાબહેન ચાર દિવસથી ભૂખા છે. જેથી તેમને અશક્તિ લાગે છે તમે સારવાર શરૂ કરો. જે વાત ડોક્ટરને ગળે ન ઉતરતાં વધુ પૂછતાછ કરતાં મહિલા સારવાર માટે ભરૂચ ગઈ હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાના પરિવારજનો દ્વારા ગોળગોળ જવાબ આપતાં ડોક્ટરને મહિલામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણ દેખાતા તેને 28મીના રોજ સવારે સુરત સિવિલ ખાતે સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં તેનું મોડી રાત્રિએ મહિલાનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં મહિલાના સંપર્કમાં આવેલ 12 સ્ટાફને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે, અને હોસ્પિટલને સેનેટાઇઝ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3bPAJ5p

Comments