14 માસની બાળકીની માતાને કોરોના પોઝિટિવ, બાળકીને મજબૂરીથી રૂમમાં બંધ કરી દેવી પડી

ફેસિલિટી કવોરન્ટીન કરેલા ચુડાસમા પરિવારમાં જમીલાબેનને 14 માસની જિયા નામની દીકરી છે. જમીલાબેનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેમની પુત્રી જિયા કે જે હજુ સ્તનપાન કરે છે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ કારણે માતા-પુત્રીને હવે એકસાથે રાખી શકાય નહીં તેથી પુત્રીને કવોરન્ટીન ફેસિલિટીમાં જ રાખવા તબીબોએ કહ્યું હતું. માતા માટે આ દુ:ખ કોરોના પોઝિટિવ આવ્યા કરતા પણ અનેકગણુ હતું. જ્યારે જમીલાબેનને હોસ્પિટલ લઈ જવાના હતા ત્યારે જિયાને તેની કાકીએ તેડી લીધી હતી, માતા છોડીને જાય છે તેવો આભાસ દીકરીને આવી જતા રડવા લાગી હતી. તેનું આ રુદન ક્યાંક માતાની મમતાને તેને તેડી લેવા અને સાથે લઈ જવા મજબૂર ન કરે તે માટે જિયાને એક રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી દેતા જિયા તે દરવાજા પર રડી રહી હતી. આ દૃશ્ય જોઈ ઘડીવાર આરોગ્ય કર્મચારીઓ પણ ભાવુક બન્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માતાને ક્વોરન્ટીન થતા દીકરીથી છૂટી પડી ગઈ, મા વગરની દીકરી દરવાજે ઊભી રહી રડતી રહી


from Divya Bhaskar https://ift.tt/2Y66TW7

Comments