ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

દેશમાં કોરોનાના દર્દીનો આંકડો 27 હજારને નજીક છે. સંક્રમણને કારણે જે રાજ્યોમાં તબાહી વધી છે તેમાં ગુજરાત સામેલ છે. તજજ્ઞો અને ડોક્ટોરના જણાવ્યા મુજબ ગુજરાત અને ઈન્દોરમાં મોતના વધતા આંકડાનું કારણ કોરોનાનો એલ-સ્ટ્રેન વાઈરસ હોઈ શકે છે. ગુજરાતના બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર જી.સી.જોશીએ કહ્યું કે તેમણે કોરોનાની સંરચના સંપૂર્ણરીતે ડીકોડ કરી છે. તેમાં તેના 3 મ્યુટેશન મળ્યા છે. ગુજરાતમાં ફેલાયેલો વાઈરસ એલ-સ્ટ્રેન પ્રકારનો છે. આ વાઈરસથી વુહાનમાં લોકો ઝડપથી મર્યા હતા. એટલે સંભવત: એ જ ઓરિજિનલ વાઈરસ ગુજરાતમાં અમેરિકા થઈને આવ્યો છે.

કોરોનાના એલ-સ્ટ્રેન અને એસ-સ્ટ્રેનના ફરકને આ રીતે સમજો
કોરોના વાઈરસના બે ઘાતક સ્ટ્રેન છે. એલ-સ્ટ્રેન અને એસ-સ્ટ્રેન. વુહાનથી આવેલો વાઈરસ એલ-સ્ટ્રેન છે. આ સૌથી ઘાતક છે. તેનાથી ચેપ લાગનાર દર્દી ઝડપથી મરી જાય છે.
એસ-સ્ટ્રેનનો વાઈરસ એલ-સ્ટ્રેનના મ્યુટેશનથી જ બન્યો છે. આ ઓછો ઘાતક છે. કેરળમાં મોટાભાગના દર્દી દુબઈથી આવ્યા હતા. ત્યાં એસ-સ્ટ્રેન છે.
ગુજરાતમાં અમેરિકાથી આવનારા લોકોની સંખ્યા વધુ હતી. ત્યાં એલ-સ્ટ્રેન છે. આથી ગુજરાતમાં મોતનો આંકડો વધુ છે.

ઈન્દોર એલ-સ્ટ્રેનના નમૂના તપાસ માટે પૂણે મોકલશે
ઈન્દોરના ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાનો સૌથી ઘાતક એલ-સ્ટ્રેને જ અહીં તબાહી મચાવી છે. મહાત્મા ગાંધી મેમોરિયલ કોલેજના ડીન જ્યોતિ બિન્દલ કહે છે કે દર્દીના નમૂનાની તપાસ માટે એનઆઈવી પૂણે મોકલાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2YcbLJp

Comments