ભાવનગરમાં આજે શહેરમાં તો કોઇ નવો કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો નથી પણ સિહોરમાં અગાઉ વડોદરા મરકઝમાં ગયેલા અને કોરોના પોઝિટિવ આવેલા અલ્ફાઝ હનિફભાઇ દસાડીયાના ભાઇ સિરાઝભાઇ દસાડીયાનો પણ આજે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 39ને આંબી ગઇ છે. તેની સામે એક સુખદ સમાચાર એ છે કે અેક કોરોના પોઝિટિવ દર્દીને સાજા થઇ જતાં હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી હતી. અાજે કુલ 44 રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
સિહોર ખાતે જુલના ચોકમાં રહેતા સિરાજભાઇ હનીફભાઇ દસાડીયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આજથી 12 દિવસ અગાઉ વડોદરા મરકઝમાં જઇ પરત ફરેલા અલ્ફાઝ દસાડીયાના સગા ભાઇ સિરાજને આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. અલ્ફાવ વડોદરા મરકઝમાં ગયેલો અને ત્યાંથી કોરોનાનો ચેપ લઇને સિહોર આવ્યા બાદ પોઝિટિવ જાહેર થયો હતો. હવે 12 દિવસ બાદ તેનો ભાઇ પોઝિટિવ જાહેર થયો છે. આમ આ એક જ કુટુંબના બે ભાઇઓ પોઝિટિવ જાહેર થયા છે.
ભાવનગરમાં સર ટી. હોસ્પિટલ ખાતેના આઇસોલેશન વોર્ડમાં ગત તા.8 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ સારવાર લઇ રહેલા શહેરના ભીલવાડા વિસ્તારના 52 વર્ષીય યુનુસભાઇ કાસમભાઇ કુરેશીના કોરોનાના રિપોર્ટ બે બે વખત નેગેટિવ આવતા આજે તેઓને સાજા થયેલા જાહેર કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવના કુલ 20 દર્દીએ આ મહામારી સામે જીત મેળવી છે. જેમાં એક દર્દીને કોરોના નેગેટિવ છે પણ અન્ય રોગ હોય રજા અપાઇ નથી. જ્યારે પાંચ દર્દીના મોત થયા છે. જ્યારે 14 દર્દી સારવાર લઇ રહ્યાં છે.
ભાવનગરમાં મહાપાલિકા વિસ્તારના 197 અને ગ્રામ્ય પંથકના 33 મળી કુલ 230 લોકોને હોમ કોરોન્ટાઇન રખાયા છે. જ્યારે મહાપાલિકા વિસ્તારના 833 અને ગ્રામ્ય પંથકના 179 મળી કુલ 1012 લોકોએ 14 દિવસાના હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યા છે. વહીવટી તંત્રએ ઉભી કરેલી કોરોન્ટાઇન સુવિધા અંતર્ગત સમરસ હોસ્ટેલમાં શહેરના 106 અને ગ્રામ્યના 35 મળી કુલ 141 શંકાસ્પદ લોકોને રાખવામાં આવ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2S7ok4W
Comments
Post a Comment