ખોડંબામાં કોરોનાગ્રસ્ત દાદાના સંપર્કમાં આવેલા 2 પૌત્ર કોરોનાની ઝપેટમાં, જિલ્લામાં નવા 4 પોઝિટિવ

ઉમરપાડાના ખોડંબા ગામના કોરોના પોઝીટીવ ખેડૂતના ઘરમાં 2 પૌત્ર પણ દાદાના સંક્રમણમાં આવ્યા હોવાથી, મંગળવારની રાત્રે માસૂમ બંન્ને ભાઇઓનો કોરોના પોઝીટીવ રીર્પોટ આવ્યો છે. જ્યાંરે માંગરોળના ઝંખવાવ ગામની કોરોના પોઝીટિવ વૃધ્ધાનું સુરત સિવિલ હોસ્પિટલમાં રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતુ. સુરત જિલ્લામાં કોરોના પોઝીટીવના પહેલા દર્દીનું મોત થયું છે.માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ગુરુજી નગરમાં રહેતા સવિતાબેહન દેવસિંગભાઈ વસાવા (60) અગાઉથી શ્વાસની બીમારીથી પિડાતા હતાં. જેથી ભરૂચની એક હોસ્પિટલમાંથી દવા લઈ પરત ઝંખવાવ આવી ગયા હતાં. 28મીએ ફરી શ્વાસ લેવામાં તકલીફ સાથે માથાનો દુખાવો વધતાં બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. જ્યાં સવિતાબહેનના લક્ષ્મો શંકાસ્પદ દેખાતા સુરત સિવિલ ખાતે ખસેડાયા હતા.જ્યાં વૃધ્ધાના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, અને સારવાર હેઠળ વૃધ્ધાનું રાત્રિમાં મોત નીપજ્યું હતું.

પોઝિટિવ કેસને સારવાર માટે ખસેડાયા
ઉંમરપાડાના ખોડંબા ગામના ખેડૂત શુક્કરભાઈ જાનિયાભાઈ વસાવા મકાઇ વેચવા વેપારીને ત્યા ગયા હતા, ત્યારે પોઝિટિવ વેપારીના સંક્રમણમાં આવતા ખેડૂત પણ પોઝીટીવ થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘરમાં સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ 28મીના રોજ આવ્યો હતો. જેમાં ખેડૂતના 2 પૌત્ર કૃષાંકકુમાર સુરેશભાઈ વસાવા (7) અને વૈદિક સુરેશભાઈ વસાવા (3)નો રિપોર્ટ પોઝિટિવ આવતાં બંને બાળકોને સારવાર માટે સુરત લઇ જવામાં આવ્યા હતા. બંન્ને બાળકો દાદા શુક્કરભાઈના સંક્રમણમાં આવતા કોરોના પોઝીટીવ બન્યા હતા.જેને લઇ આરોગ્ય વિભાગે તેમનાસંપર્કમાં આવનારાને કોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

ઝંખવાવમાં 340 લોકોને ક્વોરન્ટીનકરાયા
સવિતાબહેનનો અંતિમ સંસ્કાર સુરત ખાતે કરવામાં આવ્યો હતો. તેમજ હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઝંખાવવ ગામના ગુરુજી નગરના 73 જેટલા ઘરોમાં રહેતા કુલ 340 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3f457el

Comments