આજીવન સોશિયલ ડિસ્ટન્સ પાળશે હાસ્યકાર જગદીશ ત્રિવેદી, મહિનામાં 20 દિવસ બહાર ફરનારની પ્રતિજ્ઞા

લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ કોરોના બીમારી વગર પણ ઉપયોગી છે. સૌરાષ્ટ્રના જાણીતા હાસ્યકાર જગદીશભાઈ ત્રિવેદીએ તેને સમર્થના આપતા આજીવન સામાજિક અંતર જાળવવાની પ્રતિજ્ઞા લીધી છે. મહિનામાં 20 દિવસ પોતાના કાર્યક્રમોના કારણે બહાર ફરનારા કલાકારે છેલ્લા 1 મહિનાથી એક પણ વાર ઘરની બહાર નહિ નીકળીને ચુસ્ત લોકડાઉનનું પાલન કર્યું છે અને કોઈને ઘરમાં પ્રવેશવા પણ દીધા નથી.
જગદીશભાઈએ વાતચીત કરતાં જણાવ્યું કે, મારા પોતાના કાર્યક્રમો અને સગા સંબંધીઓના મરણ તેમજ પરણના પ્રસંગો જરૂરી ગણાય છે તે સિવાયના કોઈ મેળાવડામાં હવેથી મારી હાજરી રહેશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તેમણે પોતાની 50 વર્ષની ઉમર બાદ કાર્યક્રમોની આવક શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જ ખર્ચ કરવા માટે પણ વચન પાળી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Comedian Jagdish Trivedi vows to stay out of social life for 20 days a month


from Divya Bhaskar https://ift.tt/3d9ZQjL

Comments