22 ડિગ્રીથી વધુ ગરમી, 80% ભેજથી બે મિનિટમાં વાઇરસના કણ અડધા

વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના નમૂના પર એક શોધ કરી છે. તેના પરિણામ ભારતીય વાતાવરણના હિસાબે સુખદ છે. અભ્યાલમાં કહેવાયું છે કે જો તડકો હોય, તાપમમાન 22 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય અને ભેજ 80 ટકા હોય તો જમીન પર વાઇરસની સંખ્યા દરે બે મિનિટમાં અડધી થઇ જાય છે. અમેરિકાની નેશનલ બોયોડિફેન્સ એનાલિસિસ કાઉન્ટરમેજર્સ સેન્ટરના વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના નમૂના પર 6 સ્થિતિઓમાં અભ્યાસ કર્યો. તેમાં વિવિધ તાપમાન અને ભેજની સાથે તડકા અને તડકા વિનાની સ્થિતિમાં વાઇરસની લાઇફને ચકાસલામાં આવી. અભ્યાસમાં જણાયું કે સૂર્યતાપમાં વાઇરસના કણ જલદી ખતમ થઇ રહ્યા છે. પરંતુ તાપમાન વધુ હોય પણ તડકો ન હોય તો વાઇરસ લાંબા સમય સુધી રહે છે.

6 સ્થિતિઓ વિશે અભ્યાસ કરાયો

તાપમાન ભેજ સ્થિતિ સપાટી સમય
22થી23 ડિગ્રી 20% તડકો ન હોય જમીન પર 18 કલાકમાં અડધા
22થી23ડિગ્રી 80% તડકો ન હોય જમીન પર 6 કલાકમાં અડધા
36 ડિગ્રી 80% તડકો ન હોય જમીન પર 1 કલાકમાં અડધા
22થી23 ડિગ્રી 20% તડકો ન હોય હવામાં 1 કલાકમાં અડધા
22થી23ડિગ્રી 80% તડકો હોય જમીન પર 2 મિનિટમાં અડધા
22થી23ડિગ્રી 20% તડકો હોય હવામાં દોઢ મિનિટમાં અડધા


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2YlKJj3

Comments