29મીએ માસ્ક જેવી ઉલ્કા પૃથ્વી નજીકથી એટલે ચંદ્રથી પણ 16 ગણા અંતરથી પસાર થશે

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક ધૂમકેતુ (ખરેખર ઉલ્કા) વિષે ઘણી ભ્રામકતા ફેલાઈ રહેલ છે કે આગામી તા.29 એપ્રિલે આ ધૂમકેતુ પૃથ્વી સાથેઅથડાશે, અને પૃથ્વી પર ઘણી તારાજી સર્જશે. તેની હકીકત જણાવતા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર હર્ષદભાઈ જોષીએ જણાવેલ કે હકીકતમાં તે ધૂમકેતુ નથી પરંતુ એક ઉલ્કા છે.

ભવિષ્યમાં 2079માં પુન: પૃથ્વીની નજીકથી પસાર થશે
આ ઉલ્કા વર્ષો પહેલા જોવા મળેલ ઉલ્કા C/1844 Y1 નો એક ટુકડો છે. જેના વિષે ઇ.સ.1998માં માહિતી પ્રાપ્ત થયેલ. જેને 52768 (1998 OR2) નામ આપવામાં આવેલ. તા.29 એપ્રિલ, 2020ના મધ્ય દિવસે કરોના માસ્ક જેવો આકાર ધરાવતી આ ઉલ્કા પૃથ્વીથી લગભગ 6290580 કિલોમીટર દુરથી એટલે કે ચંદ્ર કરતા પણ ૧૬ ગણા અંતરથી એક કલાકના 31320 કિલોમીટરની ઝડપથી પસાર થવાનો છે. જે આપણા અવકાશમાંથી દિવસના ભાગે કર્ક અને સિંહ રાશિની નજીકથીપસાર થશે. જેની આ રાશિઓ પર કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. તેની ઓર્બીટ (ભ્રમણ કક્ષા) પર વૈજ્ઞાનિકો દ્વારા સંશોધનો કરવામાં આવી રહ્યા છે, જેથી આવનારા સમયમાં તેના વિષે વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. હવે ભવિષ્યમાં ઇ.સ. 2079માં તે હાલના અંતર કરતા સાડા ત્રણ ગણ નજીકના અંતરેથી પસાર થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
On the 29th, a meteor like a mask will pass close to the earth, i.e. 16 times from the moon


from Divya Bhaskar https://ift.tt/2xPuGiE

Comments