3મે સુધી લોકડાઉન, 4મે થી 35 દિવસનું ઉનાળુ વેકશન

3 મે સુધી લોકડાઉન બાદ 4 મે, 2020 સુધી 7 જૂન, 2020 સુધી રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. આગામી 8મી જૂન, 2020થી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. કોરોના મહામારીને કારણે સત્ર શરૂ થવાની તારીખમાં ફેરફારની શક્યતા પણ દર્શાવાઇ છે. જોકે કોરાનાની દહેશત વચ્ચે પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા સૂચન કરતા શિક્ષકોમાં કચવાટ ઉભો થયો છે.

નવસારી જિલ્લા સહિત રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં વેકેશન જાહેર કરાયું છે. અગાઉ 16 માર્ચ, 2020થી કોરોનાને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે. પ્રવર્તમાન સ્થિતિમાં સ્ટડી-ફ્રોમ-હોમ સંકલ્પના હેઠળ વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યાં છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઇન મુજબ શાળાઓમાં પરીક્ષા લેવામાં આવી નથી. પરીક્ષાના આયોજનને લઇ અગાઉથી જ પ્રશ્નપત્રો છપાઇ હોવાથી સ્ટડી-ફ્રોમ-હોમ મટીરીયલના મુલ્યાંકનના ભાગરૂપે પ્રશ્નપત્રો શાળા સુધી પહોંચાડવા અને ત્યાંથી શિક્ષકો દ્વારા પ્રશ્નપત્રોના વિષય પ્રમાણે સેટ બનાવી વિદ્યાર્થીઓને પહોંચતા કરવાની જવાબદારી પણ પરિપત્રમાં અપાઇ છે. તે સાથે જ પ્રશ્નપત્રો ઘરે બેસીને વિદ્યાર્થીએ નોટબુકમાં ઉતારી તેના ઉત્તરો તૈયાર કરવાની અને તે ઉત્તર સાથેની નોટબુક નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી શાળાએ આવે ત્યારે જમા કરવવાની સૂચના અપાઇ છે. આ ઉપરાંત ગત વર્ષે વિદ્યાર્થીઓને આપેલા પાઠ્યપુસ્તકો વેકેશનમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક અભ્યાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓ અંદરો-અંદર કે શાળા મારફતે તબદિલ કરે તેવી વ્યવસ્થા કરવા પણ સૂચન કરાયું છે. આ ઉપરાંત આ સમગ્ર કામગીરી વેકેશન પડતા પહેલા પુર્ણ થાય તેવુ આયોજન કરવા અને આ કામગીરી દરમિયાન લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની સૂચનાઓનું પાલન થાય તેની તેકેદારી રાખવાની તાકીદ કરાતા શિક્ષણ આલમમાં ભારે કચવાટ ઉભો થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર પ્રતિકાત્મક છે


from Divya Bhaskar https://ift.tt/359Sytr

Comments