ચીખલી તાલુકામાં એક જ દિવસે 3 કેસ પોઝિટિવ, નવસારીમાં પોઝિટિવનો આંક 7 થયો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામોમાં કોરોનાનો પગપેશારો થતા અને એક જ દિવસમાં ટાંકલ, ઘેકટી અને ફડવેલ એમ ત્રણ ગામોમાં એક-એક એમ ત્રણ પોઝિટિવ કેસ બહાર આવતા વહીવટીતંત્રમા દોડધામ મચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે.નવસારી જિલ્લામાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા, ત્યારબાદ ચીખલી તાલુકામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 7 થયા છે. ચીખલી તાલુકામાં કોરોનાના કહેરમાં એક પણ પોઝિટિવ કેસ બે દિવસ પહેલા સુધી નોંધાયો ન હતો ત્યારે તાલુકાના ગામમાં ગતરોજ જ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. ચીખલી તાલુકાના ફડવેલ નવા ફળિયાના 50 વર્ષીય ડો.ધનસુખ પટેલ, ટાંકલ હનુમાન ફળિયાની 23 વર્ષીય મહિલા રશ્મિ જતીન પટેલ અને ઘેકટી નિશાળ ફળિયાના 22 વર્ષીય યુવાન દેવાંગ ગોવિંદભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ આવનાર રશ્મીબેન પટેલને નવસારી સિવિલ હોસ્પિટલમાં, જ્યારે દેવાંગ પટેલ અને ડો. ધનસુખ પટેલને કોવિડ-19 હોસ્પિટલ બનાવેલ નવસારીની યશફીન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ મંગળવારે કોરોના પોઝિટિવના ચાર કેસ પૈકી ત્રણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાં બુધવારે આ ત્રણ પૈકી એકનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવવા સાથે વધુ ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2KNp9vL

Comments