ટ્રાયલ સફળ થશે તો આગામી 3 સપ્તાહમાં શરૂ થશે કોરોના વેક્સીનનું ઉત્પાદનઃ પુણેની SIIનો દાવો

પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ના મુખ્ય અધિકારી અદાન પુનાવાલાએ એ વાતની પૃષ્ટી કરી છે કે જો ટ્રાયલ સફળ રહેશે તો આગામી ત્રણ સપ્તાહમાં કોવિડ-19 વેક્સીનનું ઉત્પાદન શરૂ થઈ જશે.

આ અગાઉ SII તરફથી તેની આગળની કામગીરી અંગે માહિતી આપી હતી. SIIની એક ટીમ બ્રિટન સ્થિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હિલ સાથે મળી કામ કરી રહીછે.ઈન્સ્ટીટ્યુટની માહિતી પ્રમાણે એવી આશા છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં રસી બજારમાં આવી જશે. વર્તમાન ટ્રાયલ્સ સફળ રહેશે તો આ માટે ચોક્કસપણે સફળતા મળશે.

ભારતમાં વેક્સીનનો ટ્રાયલ્સ મે મહિનામાં શરૂ થવાની આશા

SII તરફથી વેક્સીનનું ઉત્પાદન બ્રિટનમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ક્લિનિકલ ટ્રાયલ સફળ થવાના અંદાજ સાથે કરી શકાશે. SIIને ભારતમાં વેક્સીન તેનોટ્રાયલ્સ મે મહિનામાં શરૂ થવાની આશા છે. આ સાથે આ વેક્સીન બજારમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવી શકે છે, જોકે ટ્રાયલ સફળ રહે તે તેની પૂર્વશરત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/3eTkSod

Comments