ભાવનગરમાં 30 MLD પાણી મળતા મોટાભાગના વિસ્તારમાં પાણી મળ્યું

સુરેન્દ્રનગર પાસે બે દિવસ પૂર્વે નર્મદાની લાઈનમાં ભંગાણ થતા ભાવનગર શહેરના તરસમીયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ હેઠળના પાણી મેળવતા વિસ્તારોમાં એકાંતરે પાણી આપવાનું હતું પરંતુ તંત્રની ભલામણે મહી પરીએજમાંથી કાલે શુક્રવારે 30 MLD પાણી મળતાં માત્ર ભરતનગર અને ગાયત્રીનગર વિસ્તારમાં જ પાણીકાપ રહ્યો. અન્ય વિસ્તારોને નિયમિત પાણી મળી રહ્યું. જોકે હવે લાઈનની ક્ષતિ રિપેરિંગ થઇ જતા હવે તમામ વિસ્તારમાં નિયમિત પાણી મળશે.

પાણી આપવાનું તંત્ર દ્વારા પ્રયોજન કરાયું
એરવાલ્વના રીપેરીંગ માટે મહી પરીએજ માંથી ભાવનગરને મળતું 37 MLD પાણી મળવાનું નહોતું. જેથી તરસમીયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ હેઠળના પાણી મેળવતા વિસ્તારોમાં શુક્રવાર અને શનિવારના રોજ એકાંતરા પાણી આપવાનું તંત્ર દ્વારા પ્રયોજન કર્યું હતું. પરંતુ વોટરવર્કસ વિભાગ દ્વારા કરાયેલા અનુરોધને કારણે ગઈકાલે મહી પરીએજમાંથી 30 MLD પાણી મળ્યું હતું. જેથી ગઈકાલે ભરતનગર અને ગાયત્રીનગર વિસ્તારમાં જ પાણી મળ્યું ન હતું. જોકે આજે તે વિસ્તારમાં પણ પાણી વિતરણ નિયમિત થઈ ગયું છે. પરંતુ અન્ય વિસ્તારો જેવા કે સુભાષનગર, શહેર ફરતી સડક, કાળીયાબીડ સહિતના વિસ્તારોમાં બંને દિવસ નિયમિત પાણી વિતરણ કરાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2yFZOky

Comments