ખેરગામમાં જનધનના નાણાં ઉપાડવા 30 કીમીનો રઝળપાટ, ચાલીને આવ્યા બાદ પણ કલાકો કતારમાં

કેન્દ્ર સરકારે જનધન ખાતાધારકોને ગેસ સિલિન્ડરની રકમ, અન્ય રૂ.500તથા હજાર-બે હજારની રકમ સીધી બેંકમાં જમાં કરાવતા ગ્રામજનો રકમ જમા થઈ છે કે નહીં, અને જો જમા થઈ તો તરત ઉપાડવા માટે મળસ્કેથી જ ઘરથી ચાલીને બેંક સુધી આવી અડધો દિવસ તાપ સહન કરી રઝળપાટ વેઠે છે.ખેરગામ તાલુકાના પેલાડી ભેરવી, પાટી તોરણવેરા, કાકડવેરી વિ. ગામડાના પાંચથી પંદર કીમી. દૂરથી બરોડા બેંક, સ્ટેટ બેંક વિગેરે બેંકોમાં જનધન નાણાં ઉપાડવા માટે વહેલી સવારથી ચાલીને લોકો ખેરગામ આવી સવારથી લાઇન લગાવે છે જેઓને દસ પછી બેંક ખોલતાં બપોર સુધીમાં નાણાં મળે છે અને ફરી પાછા તડકો સહન કરતા ચાલતા ચાલતા પોતાના ઘર ભેગા થાય છે.આવી કફોડી હાલતમાં ગ્રાહકોને પણ ધીરજ નથી કે પોતાના નાણાં કશે જવાના નથી કે પરત ખેંચાવાના નથી. છતાં અફવાથી દોરાઈ ધસારો કરે છે.હાલમાં મોટરસાયકલ પર ચાલકને અને કારમાં બે વ્યક્તિને બેસવાની છૂટ છે, પકડાયા તો દંડ અને ચોવીસ કલાકની વાહન જપ્તીના ભોગ બનવું પડે. જેથી જનધન ધારક જેમાં મોટે ભાગની મહિલાઓ હોય છે તેમને પદયાત્રા કરવાની ફરજ પડે છે રઝળપાટ થી દુઃખી થવું પડે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
30 km trek to Jandhan to withdraw money in Khergam, queuing for hours even after walking


from Divya Bhaskar https://ift.tt/2KMC552

Comments