જિલ્લાના 3,49,826 BPL કાર્ડધારકોને અનાજ વિતરણ, એક માન્ય ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત

ભાવનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના કુલ 3,37,412 NFSA કાર્ડધારકો તેમજ 12,414 NON NFSA BPL કાર્ડધારકો એમ મળી કુલ 3,49,826 કાર્ડધારકોને તા.આજથી તા.29 એપ્રિલસુધીમાં વાજબી ભાવની દુકાનેથી વ્યકિતદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખાનું વિનામૂલ્યે વિતરણ હાલ શરૂ થયું છે.

ઓળખનો પુરાવો સાથે રાખવો
આ જથ્થો મેળવવા માટે NFSA રેશનકાર્ડ ધારકો અને NON NFSA BPL રેશન કાર્ડધારકોએ પોતાનું રેશનકાર્ડ તથા આધારકાર્ડ સાથે લઈ જવાના રહેશે. આમ છતાં જો રેશનકાર્ડધારક પાસે આધારકાર્ડ ઉપલબ્ધ ન હોય તો તેના વિકલ્પે ચુંટણી ઓળખ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ફોટો સાથે બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ, નરેગાકાર્ડ, કિસાન ફોટો પાસબુક, મામલતદાર દ્વારા આપેલ ઓળખ કાર્ડ, રાજપત્રીય અધિકારી દ્વારા આપેલ ઓળખ કાર્ડ, પોસ્ટ વિભાગ દ્વારા ફોટો તથા નામ સાથે આપેલ એડ્રેસ કાર્ડ, એલપીજી ગેસ ગ્રાહકની બુક/ગ્રાહક નંબર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર/જન્મનું પ્રમાણપત્ર, રાજય સરકાર અન્ય કોઇ ઓળખકાર્ડ માન્ય કરે તે પૈકી કોઇ પણ એક ઓળખનો પુરાવો સાથે રાખવાનો રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2zwHlaz

Comments