દેશમાં સોનાની માંગ 36% ઘટી, રિસાયક્લિંગ 16% વધ્યું

દેશમાં જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીકગાળા દરમિયાન સોનાની કુલ માગ 101.9 ટન રહી હતી જ્યારે 2019માં પહેલા ત્રિમાસીકમાં 159 ટન સોનાનો વપરાશ રહ્યો હતો. આર્થિક સુસ્તી, સોનાના ઉંચા ભાવ અને માર્ચમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉનથી માગમાં 36 ટકાનો જંગી ઘટાડો આવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ભારતના મેનેજિંગ ડાયરેક્ટર સોમસુંદરમ પીઆરએ ગોલ્ડ ડિમાન્ડ ટ્રેડસ નામનો એક રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે 2019માં સોનાના ઘરેણા (જ્વેલરી) જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કુલ ડિમાન્ડ 125.4 ટન હતી જે આ વર્ષના પહેલા ત્રિમાસીકમાં 41 ટકા ઘટી 73.9 ટન પર રહી છે. તેમણે જણાવ્યું કે 2019ની તુલનાએ આ વર્ષે સોનામાં રોકાણ પણ 17 ટકા સુધી ઘટ્યું છે. આ વર્ષે જાન્યુઆરી થી માર્ચ દરમિયાન 28.1 ટન સોનામાં રોકાણ કરવામાં આવ્યું હતું જે ગતવર્ષે આ સમયગાળામાં 33.6 ટન સોનાનું રોકાણ રહ્યું હતું.
દેશમાં સોનાની માગ ઘટવાની સાથે લોકોએ પોતાની જરૂરીયાત પૂર્ણ કરવા માટે સોનાનું રિસાયક્લિંગ શરૂ કરી દીધું છે. રિસાયક્લિંગમાં ગતવર્ષની તુલનાએ 16 ટકાનો વધારો થયો છે. 2019માં કુલ 16.1 ટન સોનાનું રિસાક્લિંગ થયું હતું જે આ વર્ષે વધીને 18.5 ટન સોનાનું રહ્યું છે. વૈશ્વિક સ્તર પર સોનાનો પુરવઠો 5 ટકા ઘટ્યો છે.
વૈશ્વિક સ્તર પર સોનાની સ્થિતિ

  • જાન્યુઆરીથી માર્ચના ધોરણે માંગ એક ટકા વધી 1083 ટન રહી
  • કુલ રોકાણ માંગ વાર્ષિક ધોરણે 80 ટકા વધી 539.6 ટન નોંધાઇ
  • વૈશ્વિક જ્વેલરી માગ 39 ટકા ઘટી રેકોર્ડ નીચલા સ્તર પર 325.8 ટન પહોંચી
  • સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદી 8 ટકા ઘટી 145 ટન નોંધાઇ

રૂપિયાની મજબૂતીથી ઘટાડો
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે વધુ 57 પૈસા મજબૂત બની 75ની નજીક 75.09 બંધ રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો હતો. અમદાવાદ ખાતે બંધ બજારમાં સોનું ઘટી પ્રતિ 10 ગ્રામ 47000 નજીક ક્વોટ થતું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1725 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2VQPsr0

Comments