નડાલે એન્ડી મરેને કહ્યું- સાંભળ્યું છે કે મને હરાવવા રોજ 4 કલાક પ્રેક્ટિસ કરે છે, મરેએ કહ્યું- ઈજા થાય તો તમે મેચ નહીં છોડી શકો

દુનિયાભરમાં કોરોના વાઈરસના સંકટના કારણે મોટા ભાગની સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ રદ કરાઈ છે અથવા થોડો સમય ટાળી દેવાઈ છે. આ સ્થિતિમાં ટેનિસપ્રેમીઓ ખુશ છે. કારણ કે, વર્ચ્યુઅલ ટેનિસ ગેમ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે. સોમવારે માનોલો સેન્ટાના સ્ટેડિયમમાં આયોજિત મુતુઆ મેડ્રિડ ઓપન વર્ચ્યુઅલ પ્રો ટાઈટલમાં સ્પેનમના રાફેલ નડાલે કેનેડાના ડેનિસ શાપોવાલ્વોને 4-3 (3)થી પરાજિત કરી દીધા. સોમવારે થયેલી આ મેચ જીત્યા પછી નડાલે ચિર-પરિચિત અંદાજમાં પોતાના બંને હાથ ઊંચા કર્યા અને રેકેટ પણ ઉછાળ્યું.
નડાલ અને એન્ડી મરે એ 12 ખેલાડીમાં સામેલ છે, જેમણે આ વર્ચ્યુઅલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ બંને સિવાય આ ઓનલાઈન ટૂર્નામેન્ટમાં ડેવિડ ગોફિન, જોન ઈસ્નર, કરેન ખાચાનોવ, યુજિન બાઉચર્ડ, ક્રિસ્ટિના મલદેનોવિચ અને વિકી બર્ટેંસે પણ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટનું અનેક ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ પણ થઈ રહ્યું છે.
પહેલી મેચ પછી નડાલે એન્ડી મરે સાથે ઈન્સ્ટાગ્રામ પર લાંબી વાતચીત પણ કરી હતી. નડાલે મરેને કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે તમે મારી સાથેની આગલી મેચ માટે તૈયારી શરૂ કરી દીધી છે...’ નડાલે આટલુ કહ્યા પછી બંને હસી પડ્યા. કારણ કે, નડાલે મરેને એવું કહીને ચીડવ્યો હતો કે, ફેલિસિયાનો લોપેઝે મને જણાવ્યું છે કે, તમે મારી સાથેની મેચ માટે રોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છો. આ દરમિયાન વર્ચ્યુઅલ ટૂર્નામેન્ટના આયોજકે તો ત્યાં સુધી કહી દીધું કે, નડાલે આ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ અંગે મરેએ કહ્યું કે, મેચમાં ઈજાગ્રસ્ત થવા પર પણ નામ પાછું ખેંચવાનો વિકલ્પ જ નથી. ટેનિસની અનેક ટૂર્નામેન્ટ મોકુફ છે ત્યારે આ બંને ખેલાડીએ ચેટિંગ દરમિયાન એકબીજા પર હળવાશથી આરોપો લગાવ્યા. નડાલ અને મરે દુનિયાના 32 અગ્રણી એટીપી અને ડબલ્યુટીએ ખેલાડીઓમાંના એક છે, જે ઓનલાઈન ટેનિસ પ્રશંસકોને તેમના કરતબ બતાવી રહ્યા છે. આશરે સવા કરોડની ઈનામી રકમ ધરાવતી આ ટૂર્નામેન્ટમાં મળેલી રકમ વિજેતાઓ કોરોના પીડિતોને દાન કરવાના છે.
પાછલા ચેમ્પિયન કિકીએ કહ્યું- હું ઈજાગ્રસ્ત, પરંતુ પ્રેક્ટિસ ના છોડી
ગયા વર્ષે મુતુઆ મેડ્રિડ ઓપનનો ખિતાબ જીતનારી કિકી બર્ટેસે કહ્યું કે, મારા બંને હાથ અને આંખમાં ઈજા છે. આમ છતાં, હું સતત પ્રેક્ટિસ કરી રહી છું. બંધ રૂમમાં આ રમત મજેદાર છે. ટેનિસ કિટ ફરી સાથે રાખીને હું ખુશ છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વર્ચ્યુઅલ ટેનિસ ગેમ ટૂર્નામેન્ટ.


from Divya Bhaskar https://ift.tt/3bLZBep

Comments