‘હોટસ્પોટ’ બહારના કેસનું પ્રમાણ 50 ટકાથી વધી 80 ટકા થતાં ગંભીર સ્થિતિ

અમદાવાદ હવે કોરોના કેપિટલ બની રહ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, અત્યારસુધી સૌથી વધુ કેસ હોટસ્પોટ દરિયાપુર, જમાલપુર, શાહપુર, ખાડિયા, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાંથી મળ્યા હતા. એટલે જ આ છ વોર્ડને કન્ટેનમેન્ટ વોર્ડ પણ જાહેર કરી દેવાયા છે છેલ્લા બે દિવસથી નવા મળેલા પોઝિટિવ કેસમાં આ હોટસ્પોટ વિસ્તારોમાંથી કેસ ઘણા ઓછા મળી રહ્યાં છે અને શહેરના અન્ય તમામ વિસ્તારોમાંથી વધુ પોઝિટિવ કેસ મળે છે. હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ચેપ શહેરભરમાં પ્રસર્યો હોવાના કારણે હવે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારોમાં કેસ નોંધાય છે. આગામી દિવસોમાં પણ હવે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના હોટસ્પોટ વોર્ડ કરતા અન્ય વોર્ડમાંથી વધુ કેસ મળી શકવાની ભીતિ અધિકારીઓ દ્વારા વ્યકત કરાઈ છે. શહેરના કુલ પોઝિટિવ કેસમાંથી અત્યારસુધી મધ્ય ઝોનના ખાડિયા, જમાલપુર, દરિયાપુર અને શાહપુર આ ચાર વોર્ડમાંથી 60 થી 70 ટકા પોઝિટિવ કેસ મળતા હતા જે હવે 37 થી 39 ટકા સુધી પહોંચી ગયા છે. અર્થાત અહીં 30 ટકા જેટલો ઘટાડો થયો છે પરંતુ તેની તુલનામાં અન્ય વિસ્તારોમાં કેસ વધુ મળી રહ્યાં છે. 25 એપ્રિલે કુલ 182માંથી 94 કેસ એટલે કે 51 ટકા કેસ હોટસ્પોટ બહારના હતા. 27મીએ કુલ 197માંથી 156 કેસ એટલે કે 80 ટકા કેસ હોટસ્પોટ બહારના છે.

લૉકડાઉન 1.0- 13 કેસ, એક મોત
25 માર્ચે લૉકડાઉન 1.0 શરૂ થયું ત્યારે શહેરમાં કેસની સંખ્યા માત્ર 13 હતી અને માત્ર એક જ મોત હતું.

8 એપ્રિલે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 78 હતી
જે 19 દિવસમાં વધી 2378એ પહોંચી ગઈ
જનતા કર્ફ્યૂના 17મા દિવસે કુલ કેસની સંખ્યા 78 હતી.રોજના સરેરાશ કેસ 4.5 હતા. 8 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન કુલ કેસ 2300 થયા એટલે કે સરેરાશ રોજના 121 કેસ નોંધાયા

17 દિવસમાં કુલ 5 મોત પછી સરેરાશ રોજના 5 મોત
8 એપ્રિલ પહેલાં 17 દિવસમાં કુલ પાંચના મોત થયા હતા. એ પછી 19 દિવસમાં 104ના મોત થયા. એટલે કે સરેરાશ રોજના 5 લોકોના મોત થાય છે.

લૉકડાઉન 2.0- 2012 કેસ, 96 મોત
15 એપ્રિલથી લૉકડાઉન 2.0નો પ્રારંભ થયો, 27મી સુધી 2012 પોઝિટિવ કેસ નોંધાયા. 13 દિવસમાં રોજના સરેરાશ 155 કેસ નોંધાયા. સરેરાશ રોજના 7 મોત લેખે 96 મોત થયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2W27Dcq

Comments