‘સવારનો ભૂલ્યો, સાંજે ઘરે આવ્યો’, ગુજરાતમાં લૉકડાઉનમાં છૂટનો નિર્ણય સરકારે 6 કલાકમાં જ બદલ્યો

કેન્દ્ર સરકારના આદેશના પગલે ગુજરાત સરકારે કોરોના કોવિડ-19માં કલ્સ્ટર કન્ટેન્મેન્ટ ઝોન સિવયાના વિસ્તારોમાં શોપીંગ સેન્ટર સિવાયની દુકાનો ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. સુત્રોના કહ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે કહ્યું છે એટલે સંપૂર્ણપણે તેનું પાલન કરવુ તેવું વલણ ધરાવતી ગુજરાત સરકારે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કલ્સ્ટર ઝોન સિવાયની દુકાનો ચાલુ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ અધિકારીઓએ દુકાનો ખોલવા અસહમતી દર્શાવતા છેવટે અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ એમ 4 મહાનગરોના શહેરી વિસ્તારોની દુકાનો તા. 3 મે સુધી બંધ રાખવાનો સરકારે રવિવારે નિર્ણય લીધો હતો.

કલેક્ટર સાથે ચર્ચા વિચારણ પછી નિર્ણય
લોકો આ નિર્ણયની વિરુદ્ધમાં હતા આથી સવારનો ભૂલ્યો, ઘરે આવે એમ માત્ર છ કલાકમાં નિર્ણય ફેરવી કાઢ્યો હતો. રાજય સરકારના મુખ્ય સચિવ અશ્વિની કુમારના કહેવા પ્રમાણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મહાનગરપાલિકા વિસ્તારની દુકાનો બંધ રહેશે, પણ મહાનગરપાલિકા વિસ્તાર સિવાયની દુકાનો અને અન્ય જિલ્લાઓની દુકાનો ચાલુ રહેશે, તેમને બંધ રખાશે નહીં. તેમણે એમ કહ્યું હતું કે, આ નિર્ણય લેવા પાછળ સ્થાનિક વેપારીઓનો આગ્રહ હતો કે, હજુ બંધ રાખવું જોઇએ ઉપરાંત સ્થાનિક કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્રનો સાથે ચર્ચા વિચારણા પછી સંયુકતપણે નિર્ણય લેવામાં આવ્યો હતો.

લૉકડાઉન હળવો કરવાનો નિર્ણય રમજાનને કારણે નહીં
શનિવારે ગુજરાત સરકારે લૉકડાઉનને ઘણો હળવો કરી મોટાભાગની દુકાનો રવિવારથી ચાલું કરવાનો નિર્ણય જાહેર કરતાં જાહેર જનતામાં તેના વિપરીત પ્રતિસાદ આવ્યાં હતાં. કેટલાંકે મેસેજ ફરતાં કર્યાં કે મુસ્લિમોને રમજાનમાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવાયો. જો કે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેટલાક લોકો એવી શંકા કરે છે કે, રમજાન માસમાં મુસ્લિમોને અનુકૂળતા થાય તે માટે રાજ્ય સરકાર લૉકડાઉનને હળવું બનાવવાનો નિર્ણય કરી રહી છે. પરંતુ ક્લસ્ટર કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારોમાં મોટા ભાગે મુસ્લિમ વિસ્તારો છે. આવા વિસ્તારો તો આમ પણ ખોલવાના ન હતા.

ચિંતા કરવી રાજ્ય સરકારની ફરજ
ગુજરાતની સાડા ૬ કરોડ પ્રજા અમારી ઇષ્ટદેવ છે અને તેમને બચાવવા તે જ અમારૂ અગ્રીમ લક્ષ્ય છે. સરકાર કોઇ ધર્મ કે જાતિ માટે ભેદભાવવાળી દૃષ્ટિ ધરાવતી નથી. કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન થયો કે, સમગ્ર દેશમાં ૩જી મે સુધી લૉકડાઉનનો અમલ છે ત્યારે ગુજરાતમાં આ લૉકડાઉન ખોલવા અથવા હળવું કરવા રાજ્ય સરકાર કેમ ઉતાવળ કરે છે ? પરંતુ રોજે રોજનું કમાઇને ખાનારા લોકો છેલ્લા સવા મહિનાથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમની ચિંતા કરવી એ પણ રાજ્ય સરકારની ફરજ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shops will not be opened in Ahmedabad, Vadodara, Surat and Rajkot, joint decision of Municipal Commissioners and Collectors


from Divya Bhaskar https://ift.tt/3eUj1PU

Comments