ત્રણ ગાયને શિંગડાના કેન્સરનું સફળ ઓપરેશન બે ગાયને સિઝેરિયનથી વાછરડાનો જન્મ કરાયો

માણસને કોઈ બીમારી થાય તો સ્વજનો સાથે હોય છે, સારવાર અપાવે છે, તકેદારી લેતા હોય છે પરંતુ આપણી આસપાસના પશુ-પક્ષીઓની સામાન્ય રીતે કોઈ તકેદારી લેતું નથી ત્યારે શહેરની એનિમલ હેલ્પલાઈન અને કરુણા ફાઉન્ડેશન દ્વારા લોકડાઉનના એક મહિના દરમિયાન 4961 પશુ-પક્ષીઓનું સારવાર કરી અબોલ જીવને નવજીવન બક્ષ્યું છે અને જીવ માત્રની ચિંતા કરી છે. એનિમલ હેલ્પલાઈનના નિષ્ણાત તબીબોએ કેટલાક જટિલ ઓપરેશન પણ કર્યા છે જેમાં ત્રણ ગાયના શિંગડાના કેન્સરના સફળ ઓપરેશન થયા છે, તો બીજી બાજુ બે ગાય અને એક શ્વાનનું સિઝેરિયન ઓપરેશન કરી વાછરડા અને શ્વાનના બચ્ચાંને જન્મ અપાવ્યો છે.

25 ડોક્ટરોની ટીમ ખડેપગે
લોકો માટે શહેરમાં અનેક એમ્બ્યુલન્સ હોય છે પરંતુ એનિમલ હેલ્પલાઈનની 8 એમ્બ્યુલન્સ, નિષ્ણાત તબીબો અને 25થી વધુ કાર્યકરોની ટીમ ખડેપગે છે. રોજ લગભગ 250 અબોલ જીવોની સ્થળ ઉપર જ, ડો.અરવિંદ ગડારા અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા, ઓપરેશન સહિતની નિઃશુલ્ક સારવાર, 8 એમ્બ્યુલન્સ અને 25 કર્મચારીઓ દ્વારા 24 કલાક અપાઈ રહ્યું છે.

એનિમલ હેલ્પલાઈને 15 જેટલા ગંભીર-જીવલેણ રોગના ઓપરેશન કર્યા

  • 3 ગાયના શિંગડાના કેન્સરના ઓપરેશન કરાયા.
  • 2 ગાયને સિઝેરિયન ઓપરેશન કરી વાછરડાનો જન્મ કરાવાયો.
  • 1 શ્વાનનું સિઝેરિયન ઓપરેશન કરી બચ્ચાંનો જન્મ કરાવ્યો.
  • 1 શ્વાનના પગનું જટિલ ઓપરેશન પાર પડાયું.
  • 1 શ્વાનનું ગર્ભાશયનું ઓપરેશન કરાયું.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3eVdTLJ

Comments