બારડોલીમાં શાકભાજી વિક્રેતાઓ છેક રસ્તા સુધી પહોંચી જતાં મેદાનમાં સુવિધા ઉભી કરાઇ

બારડોલી જેપી નગરના પાલિકા શાકભાજી માટે સુવિધા કરી હતી. ત્યાં શાકભાજી વેચાણ કરનારાઓ રસ્તા સુધી પહોંચી જતાં અવર જવરમાં તકલીફ થાય તેવી સ્થિતિ થઈ હતી. જેથી પાલિકએ બુધવારે બાજુમાં ખુલ્લી જગ્યામાં સફાઈ કરી સુવિધા કરી છે.

ભીડ અટકાવવા માટે નિર્ણય
બારડોલી નગરમાં શાકભાજી માર્કેટમાં ભીડને અટકાવવા અલગ અલગ જગ્યાએ શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવી હતી. જેમાં જે. પી નગરમાં પાલિકાની માર્કેટની બહાર શરૂ કરી હતી, પંરતુ ધીરેધીરે શાકભાજી વેચાણ કરનારી સંખ્યા વધતા આખરે રસ્તા સુધી આવી ગયા હતાં. પરિણામે સોસાયટીના રહીશ સહિતના લોકોની અવર જવરમાં મુશ્કેલી થતી હતી. આ બાબતે બારડોલી પોલીસ સહિતના એ પાલિકાનું ધ્યાન દોરતાં બુધવારના રોજ આ સમસ્યાનું નિરાકણ માટે પાલિકાએ બાજુમાં ખુલ્લી જગ્યામાં માટીના ઢગલા પડ્યા હતાં. જે જેસીબી મશીન દ્વારા લેવલ કરી મેદાન બનાવ્યું છે. જે શાકભાજી માર્કેટ માટે ખુલ્લી કરવામાં આવી છે. ગુરૂવારતી ખુલ્લા મેદાનમાં દુકાનદારો શાકભાજીનું વેચાણ કરશે જેથી રસ્તા પર થતું દબાણ મટી જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જેપી શાકભાજી માર્કેટ નજીક શાકભાજી વેચવા જમીન સમતળ બનાવી


from Divya Bhaskar https://ift.tt/3bRnSiX

Comments