અખાત્રીજે રાજકોટમાં લોકોએ સોનું ઓનલાઈન બુક કરાવ્યું, ટોકન પેટે રકમ આપી

અખાત્રીજે શુકન સાચવવા માટે લોકો સોનું ખરીદ કરતા હોય છે. આ વખતે લોકડાઉનમાં પણ કેટલાક લોકોએ શુકન સાચવી લીધું હતું. દુકાન બંધ રહેવાથી રોકાણકારો અને લોકોએ સોનાના ઘરેણાં ખરીદ કરવાને બદલે 10 થી 20 ગ્રામ સોનું જ બુક કરાવી દીધું હતું. રવિવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 48,400 રહ્યો હતો. સોનાનો આ ભાવ ઓલટાઇમ હાઈ રહ્યો છે. આમ ઊંચા ભાવમાં પણ લોકોએ સોનું બુક કરાવ્યું હતું. સિસ્ટમના ભાગરૂપે જેને સોનું બુક કરાવ્યું છે એ લોકોએ ટોકન રકમ વેપારીઓને જમા કરાવી હતી, જ્યારે ઝવેરીઓને આખો દિવસ ફોન પર ઇન્કવાયરી આવી હતી. વેપારીઓના જણાવ્યાનુસાર લોકોએ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે લોકોએ ઓનલાઈન સોનું બુક કરાવ્યું.

સેમ્પલ જ્વેલરી બતાવી, હવે ઘરેણાં બનાવડાવશે
હાલ તો ડિઝાઇન,વેપાર બધું બંધ છે, પણ જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે એ લોકો સોનાના ઘરેણાંની ડિઝાઇન જોવા માટે ખૂબ જ આતુર છે. આ માટે નવી સિસ્ટમ ઝવેરીબજારમાં ડેવલપ થઈ છે જેમાં લોકોને જ્વેલરીની ડિઝાઇન બનાવીને બતાવવામાં આવે છે. જો લોકોને પસંદ પડે તો એ મુજબ ઘરેણાં બનાવવા ઓર્ડર લેવામાં આવે છે. - દિવ્યેશ ભાઈ પાટડિયા, પ્રમુખ જેમ્સ એન્ડ જ્વેલરી એસો.રાજકોટ

આખી ઇન્ડસ્ટ્રીઝમાં હવે પરિવર્તન આવશે
લોકડાઉનને કારણે પહેલીવાર લોકો રૂબરૂ જઈને ખરીદી ન કરી શક્યા તો લોકોએ ઓનલાઈન સોનું બુક કરાવ્યું, હવે આ સેગમેન્ટમાં પરિવર્તન આવશે. આજના દિવસે 10 જેટલા બુકિંગ થયા છે. - રાજેશભાઈ કાત્રોડિયા, સોની વેપારી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2ScbTor

Comments