ઠાસરા પાલિકા દ્વારા શોપ અેક્ટના નામે દંડ વસુલાયો

ઠાસરાના બજારોમાં જે દુકાનદારોએ પાલિકામાં પોતાની દુકાનનું રજિસ્ટ્રેશન કરાવી શોપ એક્ટ હેઠળ લાયસન્સ લીધું નથી, તેવા દુકાનદારોને છૂટ મળી હોય તો પણ સવારે લોકડાઉનના મુક્તિના સમયમાં દુકાન ખોલવા દેવાતી નથી, અને જો ખોલે તો તેની પાસેથી દિવસના 500/- રૂપિયા પ્રમાણે દંડ વસૂલાય છે. આ દંડમાંથી મુક્તિ મેળવવા માટે ઠાસરા પાલિકાના શાસકો દુકાનદીઠ રૂ. 2,500/- વસૂલે છે. અનેક દુકાનદારો પાસે શોપ એક્ટના લાયસન્સ નથી. આટલી ઊંચી રકમ ઉઘરાવવા માટે નથી તો પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરાયો કે નથી તો સરકારનો કોઇ પરિપત્ર.આ અંગે પાલિકા પ્રમુખ દિપકભાઇ રોહિતે જણાવ્યું હતું કે, ચીફ ઓફિસરને નિયમોનુસારની કાર્યવાહી માટે જણાવ્યું છે. જ્યારે ચીફ ઓફિસર ડી.ડી. શ્રીમાળીએ જણાવ્યું હતુ કે પાલિકા વિસ્તારમાં વેપારીઓ શોપએક્ટના નિયમોને અનુસર્યા નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3aL2w5M

Comments