તરુણીએ મનોવિજ્ઞાનના કાઉન્સેલિંગ સેન્ટરમાં ફોન કરી કહ્યું, ‘જમીશ નહીં તો ચાલશે, બ્યુટીપાર્લર તો જવું જ પડશે’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના કાઉન્સેલિંગ સેન્ટરમાં રવિવારે પણ અનેક લોકોએ ફોન કર્યા હતા અને ચિત્ર-વિચિત્ર પ્રશ્નો કર્યા હતા. આ તમામ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. એક તરુણીનો ફોન આવ્યો કે સામે જ એક આન્ટી ફ્રીમાં મને આઇબ્રો અને હેર સેટિંગ કરી દે છે છતાં મારા મમ્મી જવા દેતા નથી. આપ સમજાવો તેમને. મને બ્યુટીપાર્લરમાં ન જાવ તો એમ થાય કે હું સાવ ગામડી વ્યક્તિ છું. બ્યુટી ટ્રીટમેન્ટ એ મારી ખાસ બાબત છે. હું બે દિવસ જમું નહીં તો ચાલે પણ મારે બ્યુટીપાર્લરમાં જવું જ પડે...મારા મમ્મી-પપ્પાને સમજાવો.

મારા સાસુ ધૂણે છે ‘હું કોરોના માતાજી છું’ પછી કહે છે ‘જા તને કોરોના નહીં થાય’

  • મારા સાસુ રોજ સાંજે ધૂણે છે અને કહે છે કે હું કોરોના માતાજી છું એ ધૂણે પછી બધા પગે લાગે ત્યારે આશીર્વાદ આપે કે જા મારા આશીર્વાદ છે તમને કોરોના નહીં થાય. તેઓ બહાર જાય આવે હાથ પગ સાબુથી ધોતા નથી. મને ચિંતા થાય છે કે તેઓ બહારથી કોરોના વાઇરસ ન લાવે. હું પછી ફોન કરીશ સાસુ બોલાવે છે.
  • મારી પત્નીને દર મહિને નવા કપડાં લેવાનો શોખ છે. તે વર્ષોથી મહિને એકાદ-બે જોડી કપડાં ખરીદે છે. આ દોઢ મહિનાથી નવી ખરીદી કરી નથી તો બેચેન અને નિરાશ રહે છે.
  • સાહેબ માનસિક રોગના ડોક્ટર પાસે 5 વર્ષથી દવા લઉ છું. કોઇ ફેર પડ્યો નથી. મારા પર તાંત્રિક વિધિ કરેલી છે કોઇ સારા તાંત્રિકનો ફોન કે સરનામું આપો. આ 15 દિવસથી હું માત્ર લીંબુપાણી પર જ છું. મારા પર બધા મેલીવિદ્યા કરે છે. હું મૂંઝાવ છું. બહાર નીકળું તો પોલીસ મને એકને જ અટકાવે છે. તાંત્રિકના નંબર દયો ને મારે ચીનાઓ પર અને મારા પર મેલીવિદ્યા કરનારા પર તાંત્રિક વિધિ કરવી છે એટલે તે બરબાદ થઇ જાય.
  • મારા મમ્મીને સતત ઓડકાર આવવા, પાચન ન થવું, અજંપો, ચેન ન પડવું, પેટ ફૂલી જવું, ખાટા ઓડકાર આવવા વગેરે હમણા ખૂબ થાય છે. પહેલા દવાથી ફેર પડતો હવે દવાથી ફેર પડતો નથી, માનસિક ચિંતા હોય ત્યારે તેમને આવું થતું, પણ મટી જતું. કોઇ ઉપાય કહો.
  • મારા પતિને સતત એમ થયા કરે છે કે તેમનું હૃદય બંધ પડી જશે તેને અવારનવાર ગભરામણ થાય, ધબકારા વધી જાય, હાથ પગમાં પરસેવો વળી જાય એવું થાય છે. લોકડાઉનમાં 5 વાર કાર્ડિયો કરાવ્યો જુદા-જુદા ડોક્ટરો કહે છે તેમને હાર્ટની કોઇ બીમારી નથી. તો આવું કેમ?
  • તેઓ બહારથી આવે તો પોતાના કપડાં બધુ પોતે જ ધોવે છે એક જોડીમાં આખા સાબુની ગોટી વાપરી નાખે,ને કેટલુય પાણી બગાડે છે. અડધી રાત્રે જાગીને હાથપગ ધોવે છે સતત ચિંતામાં રહે છે નંબર આપું તમે વાત કરજો.
  • સાહેબ મારા ભાભી સવારે સ્નાન માટે જાય તો કલાક સુધી બહાર આવતા નથી અને સતત સ્નાન કર્યા કરે છે. બપોરે પણ કલાક..કલાક સ્નાન કરે છે, પાણી ખૂટી જાય છે. ફ્લેટમાં માથાકૂટ થાય છે. છેલ્લા આઠ દિવસથી સતત આવું કરે છે. હું તેમનો નંબર આપું છું. તમે ધમકાવો કે પાણીનો બગાડ ન કરે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2Sae5Nr

Comments