લૉકડાઉન છતાં સુરતમાં ટોળું ભેગું કરી નીકળનાર આરોગ્ય મંત્રી ટ્રોલ થયા

ગુજરાતના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. એક ફેસબુક યૂઝરે આરોગ્ય મંત્રી કોણ છે? એવા સવાલ સાથેની પોસ્ટ મૂકી હતી, જેના જવાબમાં કાનાણીએ ‘તારા કાકા’ એવો જવાબ આપ્યો હતો. એ પછી સંખ્યાબંધ ફેસબુક યૂઝર્સે આ ભાષાપ્રયોગ બદલ તથા ઘરે રહેવાનો મેસજ આપવાના નામે ટોળું ભેગું કરવા બદલ કાનાણીને ટ્રોલ કર્યા હતા. કાનાણીએ ટીકા કરતી પોસ્ટ કરનારાઓને પણ જવાબ આપ્યા હતા, જેમાં એક ફેસબુક યૂઝરને કાનાણીએ ‘ગામની ચિંતા કર્યા વિના તમારું ધ્યાન રાખો’ એમ જણાવ્યું હતું. જોતજોતામાં ફેસબુક ઉપરાંત ટ્વિટર પર પણ કાનાણી ટ્રોલ થયા હતા. ટ્વિટર પર હેશટેગ ગુજરાતના બિનઆરોગ્ય મંત્રી નામે ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં લોકોએ મીમ્સ અને કમેન્ટ્સ કરીને કાનાણીને ટ્રોલ કર્યા હતા. કેટલાક લોકોએ કોરોના કટોકટી વખતે ગાંધીનગરના બદલે સુરતમાં હોવા બદલ કાનાણીની ટીકા કરી હતી.
કાનાણી કેમ ટ્રોલ થયા?
સોમવારે 27 એપ્રિલે સુરતના મોટા વરાછા ખાતે કુમાર કાનાણી પોતાના ટેકેદારો સાથે જનસંપર્ક માટે નીકળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે લોકોને ઘરમાં રહેવાનો સંદેશ આપતા રસ્તા પર દોરાયેલા ચિત્રોને નિહાળવા માટે કુમાર કાનાણી સમર્થકો સાથે ઘરની બહાર નીકળ્યા હતા. રસ્તા પર રંગોળી દોરનાર યુવતીઓએ કાનાણીનું ફૂલથી સ્વાગત કર્યું હતું. કાનાણીએ બાદમાં ટેકેદારો સાથેની પોતાની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી. એ પછી ફેસબુક યૂઝર્સે લૉકડાઉન છતાં ટોળા સાથે રસ્તા પર નીકળવા બદલ કાનાણીની આકરી ટીકા કરી હતી, જેને પગલે કાનાણી નારાજ થયા હતા.
ટ્વિટર પર કાનાણી ટોપ ટ્રેન્ડમાં હતા

  • એક યૂઝરે લખ્યું હતું કે અત્યારે ઘરની બહાર ન નીકળાય એ 2 વર્ષના બાળકને પણ ખબર પડે છે ત્યારે આરોગ્ય મંત્રી પોતે જ આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળ્યા.
  • અન્ય એક યૂઝરે કટાક્ષ કર્યો હતો કે એવું લાગે છે કે કુમાર કાનાણી કોરોના કેસોમાં બીજો નંબર ધરાવતા ગુજરાતને પહેલા નંબરે લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
  • એક યૂઝરે લખ્યું હતું કે અત્યારે સરવે કરવામાં આવે તો ખ્યાલ આવશે કે રાજ્યના લોકોને આરોગ્ય સચિવનું નામ ખબર હશે પણ આરોગ્ય મંત્રીનું નામ ખબર નહીં હોય.
  • એક યૂઝરે કહ્યું હતું કે લૉકડાઉનમાં કંટાળી ગયા હોય તો મંત્રી કાનાણીની કમેન્ટ્સ વાંચવાથી સારું મનોરંજન મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Despite the lockdown, the health minister who held rally in Surat became a troll


from Divya Bhaskar https://ift.tt/2SjU1It

Comments