દર્દીએ કહ્યું,‘અમને સમરસ હોસ્ટેલમાંથી કાઢો, ભૂખ-તરસથી વધુ બીમાર પડીશું’, નહેરા બોલ્યા, ‘આવા વીડિયોથી નકારાત્મકતા ન ફેલાવો’

‘અમને સમરસ હોસ્ટેલનાં દોઝખમાંથી કાઢો, ભૂખ અને તરસથી અમે વધુ બીમાર થઇ જઇશું’ આ શબ્દો છે, સિવિલમાંથી સમરસ હોસ્ટેલમાં લઇ જવાયેલાં સમરીન કચકડાવાલા અને તેમની સાથેની એક મહિલાનાં. તેમણે કહ્યું, ‘મને કોરોનાની સારવાર માટે દાખલ કરાઇ છે તેવી મારા પિતાને ખબર નથી જેથી મારું નામ ન લખશો, મારા સસરાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અમને કોરોનાના કોઇ લક્ષણો ન હોવા છતાં મને, મારા દીયર અને તેમના દીકરાને તમારા રિપોર્ટ કરીને ચાર દિવસ રાખીને રજા આપીશું તેમ કહીને સિવિલમાં લવાયા હતા, પણ અમારો રિપોર્ટ નેગેટિવ છે કે પોઝિટિવ તે જણાવ્યું નથી, 5 દિવસ સિવિલમાં રખાયા બાદ શુક્રવારે અમને ટ્રાન્સફર કરાયા.

મ્યુનિસિપલ કમિશનરની સહકાર આપવા અપીલ
સિવિલમાં બે દિવસ કોઈ સુવિધા ન હતી પણ વીડિયો વહેતો થતાં તમામ સુવિધા મળવા લાગી, પણ શુક્રવારથી અમને દોઝખ જેવાં સમરસ હોસ્ટેલમાં લાવીને મૂકી દીધા. શનિવારે સવારે ચા-નાસ્તો ન આવતાં અમે વારંવાર રજૂઆત કરતાં છે કે 11 વાગ્યે નાસ્તો જયારે 1 વાગ્યે ચા આપી હતી. તેમજ 4 વાગ્યા સુધી અડધા લોકોને જમવાનું ન મળતાં ભૂખ્યા રહેવાનો વારો આ‌વ્યો.’ જો કે, સમરસ હોસ્પિટલોનો હવાલો સંભાળતા ડીવાયએમસી દિલીપકુમાર રાણાએ જણાવ્યું કે, તમામ લોકો માગે ત્યારે ખોરાક પૂરો પાડીએ છીએ. બીજી તરફ આવા વીડિયો સામે મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ પણ વીડિયો પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રકારના વીડિયો કોરોના સામેની લડાઈમાં વિક્ષેપ ઊભો કરે છે અને નકારાત્મકતા ફેલાવે છે. તેમણે લોકોને સંયમ જાળવી વહીવટ તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2Y3Flkk

Comments