દીપડાનો કોઢારમાં ઘુસી જઈ પાડિયા પર હુમલો, વાંસકૂઇ ગામમાં ભયનો માહોલ

વ્યારા તાલુકાના વાંસકુઈ ગામે એક પશુપાલકના કોઢારમાં રાત્રી દરમિયાન દીપડાએ પાડિયા પર હુમલો કરી શિકાર કરવાનો પ્રયતન કર્યો હતો.જોકે, પશુપાલક જાગી જતા દીપડો ભાગી છૂટ્યો હતો. જોકે, દીપડાના હુમલાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો વ્યારા તાલુકાના વાંસકુઈ ગામમાં દીપડો અવારનવાર આવી પાલતુ પશુઓના શિકાર કરી લોકોને મશ્કેલીઓમાં મૂકી રહ્યો છે.

બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા

વ્યારા તાલુકાના વાંસકુઈના પશુપાલક પાંચીયાભાઇ સોનજીભાઈ ચૌધરી (રહે. ગામ.વાંસકુઈ નિશાળ ફળિયું)ના રહેવાસી બહાર સુતા હતા. જે દરમિયાન ત્રણ વાગ્યેના સુમારે તેમના કોઢારમાં બાંધેલા નાના પાડિયા પર દીપડાએ હુમલો કર્યો હતો. પાડિયા પર હુમલો કરતા અવાજ આવતા કોઢાર તરફ દોડ્યા હતા. આ સમયે દીપડાએ પાડિયાને ગળામાં પકડીને ઘસડી જવાની કોશિશ કરી રહ્યો હતો પણ ગળામાં દોરડુ મોટું બાંધ્યો હોવાથી દોરડું તૂટી શકયું ન હતું. બુમાબુમ કરતા ગામના લોકો રાત્રે ભેગા થઈ ગયા હતા. ગામમાં દીપડાના આતંકથી ફફડાટ વ્યાપી ગયો હતો. ગામ લોકો ખેતરે કામ કરવા કે ચારો કાપવા જવા માટે પણ ગભરાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વાંસકૂઇ ગામે દીપડાએ હુમલો કર્યો હતો તે પાડિયું અને કોઢાર.


from Divya Bhaskar https://ift.tt/3aQAq9d

Comments