બકરું કાઢતાં ઊંટ પેસે તેવો ઘાટ, સેનેટાઇઝેશન ટનલના કેમિકલથી ચામડી-શ્વાસના રોગ થઇ શકે

કોરોના સમયે જંતુમુક્ત થવા સેનેટાઇઝેશન ટનલના ઉપયોગનું ચલણ વધ્યું છે. તેમાં સોડિયમ હાઇપોક્લોરાઇડ તથા આલ્કોહોલ તેમજ જંતુમુક્ત કરવા ઉપયોગી અન્ય કેમિકલને પાણી સાથે મિલાવીને તૈયાર કરાયેલા દ્રાવણનો છંટકાવ કરાઈ રહ્યો છે. જાણકારોના મતે ટનલમાં કેમિકલ સીધું જ શરીરના સંપર્કમાં આવે છે, તેને કારણે શ્વાસ કે ચામડીના રોગો થઇ શકે છે. હાલમાં કલેક્ટોરેટ, પોલીસ ભવન, હોસ્પિટલમાં કર્મચારીઓ ડિસઇન્ફેક્ટ થઇ શકે તે માટે સેનેટાઇઝેશન ટનલ ઉપયોગમાં લેવાતી હતી. જોકે ટનલ મૂક્યાના જૂજ દિવસોમાં તેનો ઉપયોગ કરતા લોકોમાં શ્વાસ કે ચામડીના રોગની અસર થઇ હોવાનું સામે આવ્યું હતું. શહેરના જાણીતા ડોક્ટરો પાસે દર્દી ટેલી કન્સલ્ટેશન થકી કેમિકલની અસરથી ઉદભવેલી સમસ્યાનું નિદાન કરાવી રહ્યા છે.
કંપનીમાં ટનલનો ઉપયોગ કર્યો શરીરમાં ખંજવાળ ઊઠી હતી
શહેર નજીકના ઔદ્યોગિક એકમના કર્મચારીએ કામ પતાવી ઘરે જતા પહેલાં નજીકમાં આવેલી ટનલમાં જંતુમુક્ત થઇ જવાનું શરૂ કર્યું હતું. તેને કારણે થોડાક દિવસ બાદ શરીરમાં ખંજવાળ ઊઠી હતી અને ચામડી પર લાલ થઇ ગઇ હતી. આ અંગે ટેલી મેડિસિન દ્વારા ડોક્ટરના કન્સલ્ટેશનમાં ટનલનો ઉપયોગ બંધ કરવાના સૂચન સાથે દવા આપી હતી. ટનલનો ઉપયોગ બંધ કર્યા બાદ ચામડીના દર્દમાં રાહત છે.
ટનલના ઉપયોગ બાદ મેડિકલ પ્રોફેશનલને ઉધરસ શરૂ થઇ
મેડિકલ પ્રોફેશનમાં ફરજ બજાવતી વ્યક્તિ તેની ડ્યૂટી પૂરી થયા બાદ સેનેટાઇઝેશન ટનલમાંથી દિવસમાં 2 વખત પસાર થતી હતી. શરૂઆતમાં તો કંઇ ન થયું. પરંતુ ત્રણ દિવસ બાદ તેને ઉધરસ આવવાનું ચાલુ થયું. તબીબ સાથે ટેલી કન્સલ્ટેશનથી તેની સમસ્યાનું કારણ ટનલનું કેમિકલ હોવાનું સામે આવ્યું હતું. ટનલનો ઉપયોગ બંધ કર્યા બાદ તેની ઉધરસ સંબંધિત સમસ્યાઓનો અંત આવ્યો હતો.
વાઇરસ સામે કેમિકલ નકામું, એલર્જીની સમસ્યા હોય તો ટનલ મુશ્કેલી વધારે છે
શરીરને જંતુમુક્ત કરવાના ઉદ્દેશ્યથી સેનેટાઇઝેશન ટનલ મૂકાય છે.જેમાં છંટકાવ કરાતા કેમિકલને અન્ય પદાર્થો સાથે ભેળવી બનાવેલું દ્રાવણ વાઇરસ સામે બિનઅસરકારક છે. કપડા-શરીર પર જંતુ લાંબા સમય સુધી સક્રિય રહેતા નથી. જો કોઇને શ્વાસ, ચામડીના રોગ કે એલર્જી હોય તો ટનલનો ઉપયોગ સમસ્યા વધારી શકે છે.- ડો.હિતેન કારેલિયા, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ
સાબુથી હાથ સાફ રાખવા અને માસ્કના ઉપયોગનો કોઇ વિકલ્પ નથી
સેનેટાઇઝેશન ટનલથી કપડાં-શરીર પરથી જંતુનો નાશ થાય છે તેના વૈજ્ઞાનિક પુરાવા નથી. સેનેટાઇઝેશન ટનલમાં સ્પ્રેના સંપર્કમાં આવતા અંગોમાં એલર્જિક રિએક્શનની શક્યતા વધારે છે. સાબુથી હાથ સાફ રાખવા અને માસ્કના ઉપયોગનો કોઇ વિકલ્પ નથી.WHOની ગાઇડ-લાઇન્સમાં પણ કેમિકલના છંટકાવને નકારાયો છે. - ડો. દિવ્યેશ પટેલ, ઇન્ટેન્સીવ કેર એક્સપર્ટ

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન

શહેરમાં હાલમાં કોરોના વાઇરસનો કહેર પ્રસરી રહ્યો છે ત્યારે ડિસઇન્ફેક્શન (જંતુરહિત થવા) માટે વિવિધ સરકારી તેમજ ખાનગી ઓફિસીસ ઉપરાંત હોસ્પિટલ્સમાં સેનેટાઇઝેશન ટનલનાે ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. જોકે આ સેનેટાઇઝેશન ટનલ સારી નથી. તેમાં સોડિયમ હાઇપોક્લોરાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ છે. તે કારણથી સરકારી અને ખાનગી જગ્યાઓ પર રાખવામાં આવેલી સેનેટાઇઝ ટનલનો ઉપયોગ કરવો જોઇએ નહિ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સેનેટાઇઝેશન ટનલ.


from Divya Bhaskar https://ift.tt/2VJSb5y

Comments