પેલાડ બુહારીમાં દારૂના પીઠાથી ગામમાં કોરોના ફેલાવાનો ભય

વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં દારૂબંધીની ગામમાં ચલાવેલી ઝુંબેશને પગલે ફકત ત્રણ માસ જેટલા સમય માટે દારૂના પીઠાઓ બંધ થયા હતા. બાદ કોરોનાવાયરસની ગંભીર પરિસ્થિતિમાં પણ ફરીવખત ધમધમતા થતાં જ ગામ પંચાયતમાં રજૂઆત કરતાં પંચાયત સક્રિય બની છે. સરપંચ તલાટી કમ મંત્રી દ્વારા બોલાવીને દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે સૂચના આપી છે. ઉચ્ચ અધિકારીઓને દારૂબંધી કરવા માટે રજૂઆત કરી છે.

દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યા વધી
પેલાડબુહારી ગામમાં કોરોના વાયરસની આડમાં દારૂના અડ્ડાઓ ધમધમતા થયા હોવાની ફરિયાદને પગલે પેલાડબુહારી ગામના સરપંચ ભરતભાઇ પટેલ અને તલાટી કમ મંત્રી ભુપેન્દ્ર ભાઈ પરમાર અને પંચાયત સદસ્ય ભરતભાઇ એમ પટેલ દ્વારા એક પંચાયત કચેરી ખાતે એક બેઠક રાખવામાં આવી હતી. જેમાં પેલાડબુહારી ગામમાં ચાલતા દારૂના પેલાડબુહારી અને મોરા ફળીયા, હળપતિ વાસમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી થતાં ગામમાં આજુબાજુના વિસ્તારમાંથી દારૂ પીવા માટે ઉમટી પડે છે. જેને પગલે ગામમાં કોરોના ફેલાવાનો ભય છે. બીજા ગામમાંથી દારૂનું સેવન કરનારાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધતા ગામમાં ગંભીર માહોલ સર્જાયો છે.

પીઠાઓ બંધ કરવા બુટલેગરોને સુચના
પેલાડબુહારી ગામમાં ચાલતા 8 જેટલા પીઠાના બુટલેગરને પંચાયત માં બોલાવી ને તલાટી કમ મંત્રી એ મોબાઈલ નંબર નોધ કરીને કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/3bRWYaP

Comments