સમા પોલીસ સ્ટેશનમાં કોબ્રા ઘૂસતાં કર્મીઓના જીવ તાળવે

શહેરના સમા પોલીસ સ્ટેશનમાં અને નવાયાર્ડ ડી કેબિન ખાતેે બુધવારે રાતના અરસામાં 2 કોબ્રા જોવા મળતાં સામાજિક કાર્યકરોએ બંને સ્થળે જઇ કોબ્રાને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યા હતા. શહેરના સમા પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે 10 વાગ્યે કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઇ હતી અને તમામ પોલીસ જવાનોના જીવ પડીકે બંધાયા હતા. પોલીસે આ વિસ્તારના સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકી (પપ્પુ) અને સુનીલ પરમારને જાણ કરતાં તેઓ અને શંભુ સહિતના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અડધો કલાકની જહેમત બાદ રાત્રે 10:30 કલાકે સાપને રેસ્ક્યૂ કર્યો હતો. આ ઉપરાંત થોડીવારમાં નવાયાર્ડ ડી કેબીન પાસે પણ કોબ્રા સાપ જોવા મળ્યો હોવાનો ફોન સ્થાનિક રહીશો દ્વારા કરાતાં આ કાર્યકરોએ કોબ્રાને રેસ્ક્યૂ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3aYTwdr

Comments