સાંધિયેરની સાડા ત્રણ વર્ષની બાળકી ઘરની બહાર નીકળી નથી, છતાં કોરોના પોઝિટિવ આવ્યો

ઓલપાડ તાલુકામાં સાંધીયેર ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા હેમલભાઈ કંથારિયાની 3.5 વર્ષની માસુમ બાળકી ધારવીને શર્દી સાથે કફ અને તાવ આવતો હોવાથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી. કોરોનાના લક્ષણ જોવા મળતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. મંગળવારની રાત્રે પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ટીમે આવી બાળકી ધારવીને તેના માતા પિતા સાથે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી મોડી રાત્રે 2 વાગ્યે એબ્યુલન્સમાં સુરત સિવિલ ખાતે લઈ જવાઈ હતી. આરોગ્ય વિભાગે ગામના 12 લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો
સુરત સિવિલ કોવિડ 19માં ધારવી તેની માતા સાથે સારવાર હેઠળ રાખવામાં આવી છે. તેના પિતાને પણ ત્યા જ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. માતા પિતામાં કોરોનાના કોઈ લક્ષણ મળ્યા નથી. ધારવીના માતા પિતાના કહેવા મુજબ જ્યારથી કોરોના મહામારી ફેલાઈ છે, ત્યારથી ધારવીને ઘરની બહાર લઈ નથી ગયા, ચોકાવનારી બાબત મુજબ ઘરની બહાર રમવા નથી ગઈ, છતાં તેનામાં કોરોના પોઝીટીવ મળી આવવાની વાતે લોકોમાં ફફડાટ છે.
ધારવીના સંપર્ક વાળાને સારવારની સુચના
બાળકી કોરોના થતાં આરોગ્ય વિભાગની સુચના બાદ ગ્રામ પંચાયતે ગ્રામજનોને સાવચેત રહેવા સાથે ગામની બહાર ન જવા અને બહારની વ્યક્તિને ગામમાં ન આવવા સુચના આપવા સાથે ધારવીના સંપર્કમાં આવ્યા હોઇ તો તેવા તમામને સાંધીયેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની સુચના આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સાંધિયેર ગામની સાડાત્રણ વર્ષીય માસુમ બાળકીને કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે ખસેડાવામાં આવી હતી.


from Divya Bhaskar https://ift.tt/2yWvzFY

Comments