રિટેલ ક્ષેત્રે પેકેજ નહીં મળે તો વેન્ટિલેટરની જરૂરિયાત પડશે

લોકડાઉનના લીધે રિટેલ સેક્ટર અસ્થિર બન્યુ છે. ત્યારબાદ પણ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી નથી. મોટાભાગના સ્થળો દુકાનો અને રિટેલ સ્ટોર્સ પર પ્રતિબંધ છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સીઈઓ કુમાર રાજગોપાલને જણાવ્યુ છે કે, સરકાર દ્વારા મદદ જારી નહી કરાય તો વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડશે. જો પેકેજ ઉપલબ્ધ કરવામાં ન આવ્યુ તો રિટેલ સેક્ટરમાં જોડાયેલા 20-25 ટકા વ્યક્તિ કારોબારમાંથી બહાર થઈ જશે.

લોનની ભરપાઈ માટે 6થી 9 મહિનાની મુદ્દત આપવા આગ્રહ કર્યો
જેમાં મોટી સંખ્યામાં મધ્યમ અને નાના સ્તરના લોકો સામેલ રહેશે. તેમજ ફેડરેશન ઓફ રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રામ આસરે મિશ્રાએ જણાવ્યુ હતુ કે, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નાના રિટેલ વિક્રેતાઓની આવકમાં નુકસાનની ભરપાઈ માટે આર્થિક પેકેજ જારી કરવુ જોઈએ. જ્યારે આરએઆઈએ સરકારને રૂ. 25 હજાર સુધીનુ વેતન ધરાવતા કર્મચારીઓને ઓછામાં ઓછી 50 ટકા સેલેરી ચૂકવવા માગ કરી છે. લોનની ભરપાઈ માટે 6થી 9 મહિનાની મુદ્દત આપવા આગ્રહ કર્યો છે. એસોસિએશને રિટેલ સેક્ટર માટે જીએસટીમાં ઘટાડાની સાથે વેતન અને મજૂરીની ચૂકવણી કરવા માટે 25 ટકા વધારાની કાર્યશીલ મૂડી ક્રેડિટ લાઈનની પણ માગ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2KM79Sf

Comments